એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવી કોરોનાની લપેટમાં, વધુ એક વ્યકતિનો કોરોના પોઝીટીવ

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઇના ધારાવી કોરોના વાયરસના ઘેરામાં આવી ગઈ છે અને આજે અન્ય એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈની ધારાવી કોરોના વાયરસનો ભોગ બની છે. ગઈકાલે કોરોના વાયરસને કારણે ધારાવીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને આજે કોવિડ -19 નો બીજો કેસ સામે આવ્યો છે. આ પછી, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું જોખમ વધવાની સંભાવના છે.

મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસનો બીજો કિસ્સો બીએમસીના સેનિટાઈઝેશન કર્મચારીનો છે અને તેની ઉંમર 52 વર્ષ છે. તેનો કોરોનો વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ વ્યક્તિ મુંબઇના વરલી વિસ્તારનો રહેવાસી છે પરંતુ તેનું પોસ્ટીંગ ધારાવીમાં સફાઇ કામગીરી માટે કરવામાં આવ્યું હતું. બીએમસી (બૃહમ્નમ્બાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના અધિકારીએ આ માહિતી આપી છે.

જ્યારે 52 વર્ષિય વૃદ્ધે કોરોના વાયરસના ચેપના સંકેતો બતાવવાનું શરૂ કર્યું, ત્યારે બીએમસીના અધિકારીઓએ તેમને સારવાર લેવાની સલાહ આપી હતી. આ સિવાય આ વ્યક્તિના કોવિડ -19 નો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. બીએમસી અધિકારીએ જણાવ્યું કે તેની હાલત સ્થિર છે. તેના પરિવારના સભ્યો અને 23 સાથીઓને કોરોન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ રીતે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ધારાવીમાં બે કેસ સામે આવ્યા અને એક વ્યક્તિના મોતને કારણે હંગામો મચી ગયો છે. ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાય છે અને અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે. અહીં કોરોન વાયરસના ચેપના કેસો નોંધાયા બાદ આશંકા છે કે આ વિસ્તારમાં વધુ કેસ આવી શકે છે.