દિલ્હી મરકઝ વિશે પોલીસ કમિશનરનો મોટો ખુલાસો, “સુરતમાંથી એક જ વ્યક્તિ ગઈ હતી મરકઝ પર”

દિલ્હીના તબ્લીગ જમાતના મરકઝમાં બે હજાર જેટલા લોકો એકઠાં થયા હતા અને તેમને પરમ દિવસે રાત્રે બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળી હતી કે દિલ્હીના મરકઝમાં સુરતનાં 76 લોકો હતા. આ અંગે સુરત પોલીસ દ્વારા લાગલગાટ તપાસ કરવામાં આવી હતી અને તમામને શોધી કાઢવામાં આવ્યા હતા.

આજે બપોરે સુરતના અઠવાગેટ વિસ્તાર ખાતે માસ્કનું વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ કમિશનર રાજેશ બ્રહ્મભટ્ટે મીડિયાને દિલ્હીના મરકઝમાં ગયેલા સુરતના લોકો અંગે માહિતી આપતા જણાવ્યું કે સુરતમાં 76 લોકો દિલ્હી ગયા હતા અને તેમાંથી એક જ વ્યક્તિ મરકઝ પર ગઈ હતી. જે વ્યક્તિ મરકઝ પર ગઈ હતી તે સુરતનો વેપારી હતો અને જ્યારે બાકીના અન્યો પર વેપારીઓ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

તેમણે જણાવ્યું કે જે 72 લોકોની યાદી મળી હતી તેની યુદ્વના ધોરણે તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન સુરતમાંથી એક જ વ્યક્તિ દિલ્હીના તબ્લીગ જમાતના મરકઝ પર ગયો હતો. જે 71 લોકો છે તે વેપારીઓ છે અને તમામ 71 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.