કોરોના સામેનાં જંગની વચ્ચે જિઓએ ગ્રાહકોને આપી મોટી ગિફટ, થશે આટલા બધા ફાયદા

રિલાયન્સ જિઓએ જાહેરાત કરી છે કે જિઓફોન યૂઝર્સને 17મી એપ્રિલ સુધીમાં 100 મિનિટ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત હાલની વેલિડીટી ખલાસ થયા પછી પણ બધા જિઓફોન યૂઝર્સનાં ઇનકમિંગ કોલ્સ ચાલુ રાખશે.

કોરોના વાયરસના પગલે દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન દરમિયાન યૂઝર્સને તેમની સહાય માટે આ લાભ આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલે પણ તેમના પ્રીપેઇડ ગ્રાહકોના અકાઉન્ટ વેલિડીટી વધારવાની જાહેરાત કરી હતી.

લેટેસ્ટ બેનિફિટમાં તમામ જિઓફોન યૂઝર્સને 100 મિનિટ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવી રહ્યા છે. જેથી યૂઝર્સ 17 એપ્રિલ સુધીમાં દેશમાં ક્યાંય પણ કોલ  કે મેસેજ કરી શકે. તમામ  જિઓફોન યૂઝર્સની વેલિટીડી ખલાસ થયા પછી પણ ઇનકમિંગ કોલ્સ ચાલુ રહેશે.

કંપની દ્વારા આ ઓફર કોરોના વાયરસ સામેની લડત દરમિયાન યૂઝર્સને મદદ કરવા માટે આપવામાં આવી રહી છે. જોકે, ઓપરેટરોએ તેમના નિયમિત જિઓ ગ્રાહકો માટે આવી કોઈ જાહેરાત કરી નથી.

તાજેતરમાં કંપનીએ રેગ્યુલર જિઓ યૂઝર્સ માટે ‘રિચાર્જ એટ એટીએમ સર્વિસ’ રજૂ કરી હતી. જેથી યૂઝર્સ નજીકના એટીએમથી સીધા જ તેમના એકાઉન્ટને રિચાર્જ કરી શકે. આ ઉપરાંત ગ્રાહકો માય જિઓ એપ્લિકેશન અથવા જિઓની વેબસાઇટ જેવી ડિજિટલ ચેનલો દ્વારા રિચાર્જ કરી શકે છે.

આ રિચાર્જ ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવા અન્ય પ્લેટફોર્મ દ્વારા પણ કરી શકાય છે. આ સિવાય કંપનીના ગ્રાહકો એક્સિસ બેંક અથવા આઈસીઆઈસીઆઈ બેંકના કોલ અથવા એસએમએસ દ્વારા પણ રિચાર્જ કરી શકશે.