માધુરી દિક્ષિત,વિકી કૌશલ અને કેટરીના કૈફે પણ કોરોના સામેની લડતમાં પોતાનું દાન આપ્યું

કોરોના વાયરસ સામેની લડાઈમાં બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ આર્થિક મદદ માટે સામે આવી રહ્યા છે બોલિવૂડમાં અક્ષય કુમારે સૌથી પહેલા દાન કર્યું હતું અને ત્યારબાદ ઘણા સેલેબ્સ પણ કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે દાન કરી રહ્યા છે. હવે આ યાદીમા માધુરૂી દિક્ષિત, વિકી કૌશલ અને કેટરીના કૈફના નામ જોડાઈ ગયાં છે.

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત પણ આગળ આવી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફેન્સને એવી અપીલ કરી કે કોરોના વાયરસ સામે લડવા માટે ફંડ્સ ડૉનેટ કરો. બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે લખ્યું કે આપણે તમામ લોકોએ માનવતા માટે હાથ મિલાવવો જોઈએ કે જેથી આ લડાઈ સામે જીતી શકાય. હું પીએમ રાહત કોષમાં અને સીએમ રિલીફ ફંડમાં ડૉનેટ કરી રહી છું. મજબૂત થઈને આગળ આવો. માધુરીએ જોકે પોતાના દાનની રકમ જાહેર કરી નહોતી.

વિકી કૌશલે મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડોનેશનની જાણકારી આપી. તેણે લખ્યું કે, ‘હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે, હું મારા નજીકના લોકોની સાથે પૂરા આરામથી પોતાના ઘરે બેઠો છું. ઘણા એવા લોકો છે જેઓ આટલા ભાગ્યશાળી નથી. આ મુશ્કેલ સમયમાં હું PM Cares અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કોષમાં 1 કરોડ રૂપિયાના યોગદાનની ઘોષણા કરું છું. આની આગળ તેણે કહ્યું કે, ‘આપણે બધા આમાં એકસાથે જીતીશું. આવો આપણે બધા મળીને મજબૂત ભવિષ્ય માટે પોતાનું યોગદાન કરીએ. જય હિન્દ.’

 

View this post on Instagram

 

🙏🙏🙏

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

વિકી કૌશલ ઉપરાંત કેટરીના કૈફે પણ પીએમ કેર્સ ફંડ અને મહારાષ્ટ્ર રાહત કોષમાં ડોનેશન આપવાની ઘોષણા કરી છે. એક્ટ્રેસે એ ન જણાવ્યું કે, તે કેટલી રકમ દાન કરવાની છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, ‘હું પીએમ કેર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહ કોષમાં દાન કરવાની ઘોષણા કરું છું. આ મહામારીએ દુનિયામાં કષ્ટ અને પીડા આપ્યા છે જેને જોઈને દુ:ખ થાય છે.’ કેટરીનાએ પણ પોતાના દાનની રકમ જાહેર કરી નહોતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડની શરૂઆત કરી છે. પીએમ મોદીએ આ ફંડ દ્વારા સહયોગ કરવાની અપીલ કરી ત્યારબાદ અક્ષય કુમાર, વરુણ ધવન, શિલ્પા શેટ્ટી, સારા અલી ખાન, નાના પાટેકર, રાજ કુમાર રાવ, રણદીપ હુડ્ડા, પ્રિયંકા ચોપરા, કૃતિ સેનન, અનુષ્કા શર્મા સહિત ઘણા સેલિબ્રિટીઝે દાન આપ્યું. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પીએમ રાહત કોષમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા છે જ્યારે વિરાટ અને અનુષ્કા શર્માએ રૂપિયા 3 કરોડ દાન કર્યા છે. વરુણ ધવને મહારાષ્ટ્ર સીએમ ફંડ અને પીએમ રાહત કોષમાં 55 લાખ રૂપિયા આપ્યા છે. પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે અલગ-અલગ ચેરિટીઝ જેવી કે યૂનિસેફ અને પીએમ રાહત કોષમાં દાન કર્યું છે.