ગુજરાતના ખેડૂતોને રાહતઃ કૃષિ ધિરાણ ચૂકવણીની મુદત બે મહિના વધારી, 7 ટકા વ્યાજ સરકાર ચૂકવશે

કોરોનાના કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ છે. રાજ્યના ખેડૂતો પાસે માલ છે પરંતુ તેઓ વેચી શકતા નથી કારણ કે, યાર્ડ પણ બંધ છે. તેવામાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલુ ધિરાણ પરત કરવાનું હોય છે. પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂતને ધિરાણ પરત કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેને ધ્યાને લઇને ખેડૂતોને ધિરાણ પરત કરવાની તારીખ બે મહિના વધારીને 31 માર્ચથી 31 મે કરાઈ છે. આ બે મહિના દરમિયાન ધિરાણ પર 7 ટકા લેખે વ્યાજ સરકાર ચૂકવશે.

કૃષિ ધિરાણ મુદ્દે સરકારની મોટી જાહેરાત કૃષિ લોન ભરપાઇ કરવાની મુદ્દતમાં વધારો કર્યો હતો. ગુજરાત સરકારે કપરા સમયમાં ખેડૂતો પ્રત્યે પણ સંવેદનશીલતા દર્શાવીને આ જાહેરાત કરી છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાના કુલ 82 કેસો થયા છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ થયા છે. કુલ છ લોકોના મોત થયા છે જ્યારે છ લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. આગામી સમયમાં પણ સરકાર વધુ નિર્ણય થકી રાહતકારક જાહેરાતો કરે તેવી સંભાવના રહેલી છે.