એક વર્ષમાં જ આ અભિનેતાના લગ્ન ભંગાણને આરે પહોંચી ગયા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સ્વર્ગસ્થ દિગ્ગજ અભિનેત્રી સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના અભિનેતા પુત્ર પ્રતીક બબ્બરનું લગ્ન જીવન એક વર્ષમાં જ ભંગાણને આરે પહોંચી ગયું છે પ્રતિકે જાન્યુઆરી 2019ના રોજ સાન્યા સાગર સાથે લગ્ન કર્યા હતા. ઘણા વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, લગ્નના એક વર્ષ બાદથી જ બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાના રિપોર્ટ છે. લાગે છે કે, બંને વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યું નથી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ્ પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી પ્રતીક અને સાન્યા અલગ-અલગ રહે છે. જેના પરથી લાગી રહ્યું છે કે બંને વચ્ચે મનભેદ ચાલી રહ્યો છે. જો કે, જ્યારે પ્રતીકને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તેની અને સાન્યા વચ્ચે બધું જ ઠીક છે. બંને વચ્ચે કંઈ ઠીક ન હોવાની ખબરોને ત્યારે હવા મળી જ્યારે બબ્બર પરિવારના ફંક્શનમાંથી સાન્યા ગાયબ જોવા મળી.

સાન્યા અને પ્રતીકે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી રહી છે. સાથે જ પ્રતીકે પોતાના અકાઉન્ટમાંથી હનીમૂનની તસવીરો ડિલિટ કરી દીધી છે. જો કે, પ્રતીકે આ મુદ્દે કોઈ સફાઈ આપી નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ કપલ હાલ પોતાના સંબંધો વિશે કોઈની સાથે કંઈ વાત કરવા માગતું નથી.