સુરતના વડોદ ગામમાં હિજરત કરતા શ્રમજીવીઓનો પથ્થરમારો: પોલીસ-RAFનું ફ્લેગ માર્ચ

સુરતમાંથી  શ્રમજીવીઓ હિજરત કરી રહ્યા છે. શ્રમજીવીઓનાં સ્થળાંતરને રોકવા માટે તંત્ર દ્વારા સમજ આપવામાં આવી રહી છે પણ શ્રમજીવીઓ માનવા માટે તૈયાર થયા  જેમાં પાંડેસરાના વડોદગામથી પોતાના વતન યુપી જવા પગપાળા નીકળેલા 800થી 1000 લોકોને પોલીસે અટકાવ્યા હતાં. જેથી પથ્થરમારો થતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. આજ સવારથી પોલીસ અને આરએએફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. હાલ સંપૂર્ણ પરિસ્થિતી કાબૂમાં છે.

દેશભર સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીરે-ધીરે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં કરવામાં આવેલ લોકડાઉનની જાહેરાતના પગલે રાજ્યમાં પોલીસ દ્વારા રોડ પર કોઇ કારણોસર વગર નીકળેલા લોકોને ઘરે પરત મોકલવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક સ્થળો પર નાનું-મોટુ ઘર્ષણ જોવા મળતું હોય છે, પરંતુ પોલીસકર્મીઓની વાત સાચી હોય છે કે સાચી સમજદારી તો પોતાને ઘરમાં લોકડાઉનન કરવામાં છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ કહ્યું કે તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાલ સ્થિતિ કાબૂમાં છે.  સુરત શહેરના વદોડના ગામ નજીક પરપ્રાંતિય લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ચર્ચા છે. જો કે મળતી વિગત અનુસાર અલગ-અલગ માંગને પગલે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે તકરાર થઇ  હતી જે સમયાંતરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પોલીસ પર પથ્થરમારામાં ફેરવાઇ ગઇ હતી.

જો કે કયા કારણોસર આ બોલાચાલી ઉગ્ર  બની તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે પોલીસકાફલા પર પથ્થરમારાની જાણ થતાં પોલીસનો ઉચ્ચ અધિકારીઓ વધુ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં પોલીસે ટોળુ વિખેરવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી.