અનાજ-કરિયાણાના વેપારીઓ દુકાનો ખુલ્લી રાખવા સમય મર્યાદા નકકી કરે

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન 22 માર્ચથી જાહેર કર્યું છે. જેની અવધિ હજુ વધી શકે તેવા સંજોગો જોવા મળે છે ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી છેલ્લા સાત દિવસમાં આખા મહિનાની કરી લીધી છે. કિરાણાની દુકાનો સવારથી લઇ રાત્રે 9 સુધી ખુલ્લી રહેતા આખો દિવસ લોકો ખરીદીના બહાને બહાર નીકળતા હતા.

તેમણે કહ્યું કે હવેના સમયમાં અનાજ કરીયાણું શાકભાજી દૂધ-ઘરઘંટીઓ સવારે 9 થી 12 અથવા બપોરે 2, 3થી 5 કલાક સુધી ખુલ્લી રાખવાની સમય મર્યાદા જાહેર કરે તો બપોર બાદ લોકો ખરીદીના બહાને બહાર નીકળે છે તે ન નીકળે તો બપોર બાદ લોકડાઉન 100 ટકા સફળ રહે. જો દરરોજ આવશ્યક ચીજવસ્તુ મળવાનીજ હોય તો પછી સમય મર્યાદા કરવાથી લોકોને કોઇ મુશ્કેલી પડશે નહિ. લોકો જાગૃત બની બપોર સુધીમાંજ જરૂરી વસ્તુ ખરીદી લેશે. પછી લોકોને બહાર નીકળવાનો પ્રશ્ન જ ઉભો થશે નહિ અને બપોર પછી બહાર નીકળનાર લોકો માટે સરકાર અને પોલીસ કડક પગલા પણ લઇ શકે. બપોર પછી લોકો દવા રેપિડ એક્શન ફોર્સ પણ આવા વિસ્તારોમાં કડક અમલવારી કરાવશે  ઉપરાંત બિનજરૂરી બહાર નીકળતા વ્યક્તિઓના વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે.

પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 680 અને હોમ કવોરન્ટાઈન ભંગના 418 મળી કુલ 1098 ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 2014 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 6131 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 5889 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. કરીયાણું ખરીદવાનું બહાનું બતાવી નહિ શકે અને સૌરાષ્ટ્ર ગુજરાત કે દેશ 100 ટકા સંપૂર્ણ લોકડાઉન તરફ સફળ પ્રયાણ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ઘણા તાલુકા જિલ્લા મથકે વેપારીઓએજ બપોરે 12 અથવા બે વાગ્યા સુધીજ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે. ત્યાં કયાંક  મામલતદાર અથવા કલેકટરે પણ દુકાનો ખુલ્લી રાખવાનો સમય નકકી કર્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રીએ લોકોના સ્વાસ્થ્ય માટે સમગ્ર ગુજરાતમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા સમયસીમા નકકી કરે તે આવશ્યક હોવાનું લોકોજ ખુદ ઇચ્છી રહ્યા છે.