ચેતવણી સૂચક કિસ્સો : યુપીના મેરઠમાં એક જ પરિવારના 13 કોરોના પોઝિટીવ, 35ના રિપોર્ટ હજુ બાકી

દેશમાં કોરનાવાયરસ સામે સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા અસરકારક પગલાંઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારમાં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ મેરઠમાં 13 લોકોના ટેસ્ટ પોઝિટિવ થયાં છે અને તેઓ તમામ એક જ પરિવારના છે. અહીં કોરોના પોઝિટિવ સભ્યોની સંખ્યા હજુ વધી શકે છે કારણે કે 46માંથી 11ના રિપોર્ટ આવ્યા છે. જેમના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે તે 8 લોકોના પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ હતા, તે બાદ ચેન ઓફ ટ્રાન્સમિશનથી બાકીના લોકોને ટ્રેસ કરવામાં આવ્યા.

મેરઠમાં રવિવારે કોરોના વાયરસના એક જ પરિવારમાં 8 નવા દર્દી મળ્યા. મુખ્ય ચિકિત્સા અધિકારી ડોક્ટર રાજકુમાર મુજબ, જિલ્લામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા હવે વધીને 13 થઈ ગઈ છે. બધા 13 પીડિત એક જ પરિવારના છે. હાલમાં દર્દીઓની સંખ્યા વધવાનું અનુમાન છે કારણે કે દેખરેખમાં રખાયેલા 46માંથી માત્ર 11 લોકોની જ તપાસ થઈ છે. 35ની રિપોર્ટ આવવાના હજુ બાકી છે.

મહારાષ્ટ્રના અમરાવતીથી મેરઠ સાસરે આવેલા વ્યક્તિના કારણે પત્ની અને 3 સંબંધીને ચેપ લાગ્યો

મેરઠમાં કોરોનાના વધતા મામલાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ડોક્ટરનું માનવું છે કે કોરોના વાયરસથી પીડિત દર્દીઓનો આંકડો ખૂબ વધી શકે છે. હકીકતમાં ખુર્જાનો રહેનારો વ્યક્તિ મહારાષ્ટ્રના અમરાવતીથી મેરઠમાં પોતાના સાસરે આવ્યો હતો. આ બાદ તેની પત્ની અને ત્રણ સંબંધીઓમાં પણ કોરોનાનો ચેપ મળ્યો હતો. ચેપી વ્યક્તિ મહારાષ્ટ્રમાં ક્રોકરીનો બિઝનેસ કરે છે. આરોગ્ય વિભાગ, પોલીસ અને પ્રશાસને શાસ્ત્રી નગર, હુમાયુંનગર અને સોહરાબ હેટ વિસ્તારને સીલ કરી દીધો છે. બીજી તરફ વેપારીઓ અને તેના સંબંધીઓના સંપર્કમાં આવેલા બધા 35 લોકોને આઈસોલેશન વોર્ડમાં એડમિટ કરાયા છે. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.