વીડિયો કન્સલ્ટિંગ: લૉક ડાઉન વચ્ચે દાંતના દર્દીઓ માટે સુમ્મીરો દ્વારા વિનામૂલ્યે સેવા શરૂ કરાઇ 

કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે 21 દિવસ માટે ભારતને લોક ડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે અન્ય હોસ્પિટલો કે કલીનિકો ભલે ચાલુ હોય પણ દાંતના દુઃખાવાની સારવાર કરતા મોટા ભાગના  દવાખાના બંધ થઈ ગયા છે. ત્યારે દાંતના  દર્દીઓ ને કોઈ મુશ્કેલી નહી પડે અને સમય પર યોગ્ય સારવાર મળી રહે તે માટે સુમ્મીરો  ડેન્ટલ ક્લિનિકના સુમ્મીરો ફોઉન્ડેશન આગળ આવ્યું છે. જેમાં સુમ્મીરો ડેન્ટલ ક્લિનિક દ્વારા વિનામૂલ્યે દાંતની ચકાસણીની સેવા શરૂ કરવામાં આવી છે.

સુમ્મીરો ડેન્ટલ ક્લિનિક ના નિષ્ણાંત તબીબો દર્દીઓને વીડિયો દ્વારા  કન્સલ્ટિંગ કરીને જરૂરી માર્ગદર્શન સાથેજ દવાઓ પણ લખી આપશે . વધુમાં ડૉ. ઉષ્મા કક્કડ એ જણાવ્યું હતું કે દર મહિને દાંત સંબધિત બીમારીના નવા  દર્દીઓ આવતા હોય છે, ત્યારે લોક ડાઉનની આ કપરી પરિસ્થિતિમાં જ્યારે દાંતરોગની સારવાર કરતા મોટાભાગના દવાખાના બંધ છે ત્યારે દર્દીઓને કોઈ મુશ્કેલી નહી પડે અને સમયસર તેમણે સારવાર મળી રહે તે માટે સુમ્મીરો ડેન્ટલ

ક્લિનિક દ્વારા આ સેવા વિનામૂલ્ય શરૂ કરવામાં આવી છે. ફ્રી કન્સલ્ટિંગ માટે અહીં આપેલા નંબર  9377777909 પર સંપર્ક કરી શકાશે.