ફિલ્મ ‘કાંચલી-લાઇફ ઇન એ સ્લો’ની અભિનેત્રી શિખા મલ્હોત્રા મુંબઇમાં નર્સ બનીને કરી રહી છે કોરોનાના દર્દીઓની સેવા

કોરોનાવાયરસના પ્રકોપ સામે દેશ હાલ ઝઝુમી રહ્યો છે અને સરકાર દ્વારા આ રોગચાળો વધુ ન પ્રસરે તે માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક અભિનેત્રીએ એવું કામ કર્યું છે કે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. કોરોના સામેના જંગમાં ડોક્ટર્સ, નર્સ તેમજ પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે, તેમની મદદ માટે ડોક્ટર્સ અને નર્સ રાત-દિવસ સેવામાં લાગ્યા છે. આ વચ્ચે ફિલ્મ ‘કાંચલી લાઇફ ઇન એ સ્લો’ની અભિનેત્રી શિખા મલ્હોત્રા મદદ માટે આગળ આવી છે.

 

View this post on Instagram

 

For those who don’t know that I am a #Registered #BscHonoursNurse from Vardhaman Mahavir Medical & #SafdarjungHospital Spending my 5 years…so sharing a glance of my working hours in the hospital👩🏻‍⚕️So as you all have always appreciated my efforts my achievements this time need all of your support to #serve the #nation once again🙏🏻and this time I’ve Decided to join the hospital in #mumbai for #covid19 #crisis .Always there to serve the country as a #Nurse as a #entertainer wherever however I can 😇need your blessings🙌🏻please be at home be safe💐and support the government. Thank you so much Mumu to make me what I am today🤗Jai Hind🇮🇳 @narendramodi @amitabhbachchan @anupampkher @who @aajtak @zeenews @ddnews_official

A post shared by Shikha Malhotra (@shikhamalhotra_official) on

શિખા મલ્હોત્રાએ BMC સાથે મળીને કોરોના વાયરસના દર્દીઓની સેવા કરવાની જવાબદારી ઉપાડી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા શિખાએ વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને ન્યૂ દિલ્હી સ્થિતિ સફદરજંગ હોસ્પિટલ (2014)માંથી નર્સિંગનો કોર્સ કર્યો હતો. જો કે, એક્ટિંગમાં આવવાના કારણે તેણે નર્સિંગની પ્રેક્ટિસ પૂરી કરી નહીં. હાલ દેશ અને દુનિયામાં ફેલાયેલી મહામારીના સમયમાં શિખાએ વોલન્ટિયર નર્સ બનીને દર્દીઓની સેવા કરવાનો નિર્ણય લીધો છે. BMCએ તેને આ માટે અપ્રૂવલ લેટર પણ આપ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની એક તસવીર શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે કે, ‘કોલેજમાં કોર્સ ખતમ કરીને અમે સમાજની સેવા કરવાનો નિર્ણય લીધો હતો, મને લાગે છે કે તે સમય આવી ગયો છે’ શિખા ફિલ્મ ‘કાંચલી’માં સંજય મિશ્રા સાથે જોવા મળી હતી. જેમાં તે લીડ રોલમાં હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટાઓ શેર કરવાની સાથે વધુમાં લખ્યું છે કે આ લોકો માટે છે, જે એ નથી જાણતા કે મેં વર્ધમાન મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલમાં પાંચ વર્ષ આપીને નર્સીગમાં બીએસસી ઓનર્સ કર્યું હતું. તે પોતના એક વીડિયો મેસેજમાં શું કહેવા માંગે છે તે પણ અહીં સાંભળી લો..