બિગ ન્યૂઝ: કોરોનાએ લીધો રાજવી કુટુંબની પ્રથમ વ્યક્તિનો ભોગ, સ્પેનની રાજકુમારીએ લીધા અંતિમ શ્વાસ

દેશ અને વિશ્વના ઘણા લોકો આ રોગની લપેટમાં આવી ગયા છે, પરંતુ મૃત્યુના કિસ્સામાં આ મોટા ન્યૂઝ સ્પેનથી બહાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે, યુરોપિયન દેશોમાં ઇટાલી પછી કોરોના વાયરસથી સ્પેન સૌથી વધુ અસરગ્રસ્ત છે.

સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું મૃત્યુ કોરોના વાયરસના ચેપથી થયું હતું. તે 86 વર્ષની હતી. તેના ભાઇ પ્રિન્સ સિક્સો એનરિક ડી બોર્બોને ફેસબુક પોસ્ટમાં આ માહિતી આપી. રાજકુમારીનું 26 માર્ચે અવસાન થયું. નોવલ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. આખા વિશ્વમાં કોઈ પણ રોયલ પરિવારનું આ પ્રથમ મૃત્યુ છે.

આખા વિશ્વમાં કોઈ પણ રોયલ પરિવારનું આ પ્રથમ મૃત્યુ છે. દેશ અને વિશ્વના ઘણા લોકો આ રોગની લપેટમાં આવી ગયા છે, પરંતુ મૃત્યુના કિસ્સામાં આ મોટા સમાચાર સ્પેનથી બહાર આવ્યોe છે. તમને જણાવી દઈએ કે, યુરોપિયન દેશોમાં ઇટાલી પછી કોરોના વાયરસથી સ્પેન સૌથી વધુ અસરગ્રસ્ત છે.

રાજકુમારીના ભાઈએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે 86 વર્ષની રાજકુમારીનું કોરોના પોઝિટિવ મળ્યું હતું તેનું પેરિસમાં નિધન થયું છે. શુક્રવારે મેડ્રિડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રિન્સેસનો જન્મ 1933માં પેરિસમાં થયો હતો. તેમનો અભ્યાસ ફ્રાન્સમાં થયો હતો.

એક રિપોર્ટ મુજબ પ્રિન્સેસ પેરિસની સોર્બોન અને મેડ્રિડની કોમ્પ્લ્યુટન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, પ્રિન્સેસ મારિયા ટેરેસાને રેડ પ્રિન્સેસ તરીકે પણ ઓળખવામાં આવતી હતી કારણ કે તેમના મંતવ્યો એકદમ  અસાધારણ હતા અને તેમણે સામાજિક કાર્યમાં પણ ભાગ લીધો હતો. ધ સન અનુસાર, રાજકુમારીના તેના પરિવારમાં અન્ય સભ્યો પણ છે.

સ્પેનમાં કોરોના વાયરસને કારણે ભારે વિનાશ થયો છે. ઇટાલી પછી, તેમાં સૌથી વધુ મોત થયા છે. અત્યાર સુધીમાં 3400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. સ્પેન અને ઇટાલી પણ ચીનને પાછળ છોડી દીધું છે જ્યાં કોરોના વાયરસનો પ્રથમ પગપેસારો થયો હતો. સ્પેનની સંસદે અહીં કટોકટી લાદી છે, જેમાં વધુ વધારો થવાની સંભાવના છે.