માત્ર 10 દિવસમાં ડાયસને તૈયાર કર્યું કોરોના માટેનું સ્પેશિયલ વેન્ટીલેટર, જાણો શું છે વિશેષતા

ડાયસન કંપીનીએ વેક્યૂમ, એર પ્યુરિફાયર અને હેન્ડ ડ્રાયર વર્લ્ડ્સમાં ક્રાંતિ આણી છે. અને હવે ડાયસન કોરોનાનાં વૈશ્વિક રોગચાળાની વચ્ચે વધુ એક ક્રાંતિ લાવી રહી છે.કોરોનાની મહામારીમાં ડાયસને ખાસ પ્રકારનું વેન્ટીલેટર તૈયાર કર્યું છે. આ વેન્ટીલેટર માત્ર દસ દિવસમાં તૈયાર કરાયું છે.

કોરોવાયરસનાં રોગચાળાનો સામનો કરવા માટે વિશ્વભરને શ્વસન બિમારીની સારવાર માટે વધુ વેન્ટિલેટરની જરૂર છે COVID-19 દરમિયાન ઇટાલિયન હોસ્પિટલોમાં ડોકટરોની સ્થિતિ જોઈ છે. જેમને વેન્ટિલેટર મળ્યું તેઓ જીવી ગયા અને જેમને વેન્ટીલેટર ન મળ્યું તેઓ મોતને ભેટ્યા ન્યુયોર્કની હોસ્પિટલોમાં સ્થિતિ પણ દયનીય અને રૂવાંડા ઉભી કરી દેનારી બની હતી.

યુ.કે. સરકારે 10 દિવસ પહેલા ડાયસન કંપનીને તબીબી સાધનોમાં મદદ કરવા માટે પૂછ્યું હતું અને તે માટે ડાયસને તાત્કાલિક હાલની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટર માટે નવી ડિઝાઇન બનાવી છે. “ધ કોવેન્ટ” તરીકે ઓળખાતું વેન્ટિલેટર બનાવવામાં ઘણો સમય લાગતો નથી, તે હોસ્પિટલના પલંગ સાથે જોડાય છે, અને તે બેટરીથી ચાલે છે. તે ખાસ કરીને ફિલ્ડ હોસ્પિટલોમાં વાપરવા માટે મહત્વપૂર્ણ છે, જેમ કે સિએટલના સેન્ચ્યુરી લિન્ક ક્ષેત્રમાં આર્મી જે હોસ્પિટલ બનાવી રહી છે ત્યાં આવા વેન્ટીલેટર કારગત સાબિત થયા છે.

ડાયસનને યુકે સરકાર 10,000 વેન્ટીલેટ ઓર્ડર આપવાની યોજના ધરાવે છે, અને યુકેને 1000 વધારાના વેન્ટિલેટર બાકીના વેન્ટીલેટર અન્ય દેશોને આપવામાં આવશે. કુલ પાંચ હજાર વેન્ટીલેટર બનાવવાની યોજના છે.

કંપનીના સ્થાપક જેમ્સ ડાયસને  કહ્યું કે દસ દિવસ પહેલા મને બોરિસ જોહ્ન્સનનો કોલ મળ્યો. એકદમ નવું વેન્ટિલેટર, કોવેન્ટ ડિઝાઇન કરવા અને બનાવવા માટે ટીટીપી, ધ ટેકનોલોજી પાર્ટનરશીપ સાથે કામ કર્યું છે. આ નવા ડિવાઇસનું ઉત્પાદન ઝડપથી, કાર્યક્ષમ અને વોલ્યુમ પર થઈ શકે છે. તે કોવિ -19 દર્દીઓની વિશિષ્ટ ક્લિનિકલ જરૂરિયાતોને ધ્યાનમાં લેવા માટે બનાવવામાં આવ્યું છે, અને તે વિવિધ પ્રકારની ક્લિનિકલ સેટિંગ્સ માટે યોગ્ય છે. મુખ્ય પડકાર એ હતો કે વોલ્યુમમાં અને ખૂબ ટૂંકા ગાળામાં નવું અત્યાધુનિક તબીબી ઉત્પાદન કેવી રીતે ડિઝાઇન કરવું અને પહોંચાડવું. તેને પ્રોડક્શનમાં લાવવાની રેસ હવે ચાલી રહી છે.

તેમણે કહ્યું કે  વેન્ટિલેટર એક નિયંત્રિત ઉત્પાદન છે તેથી ડાયસન અને ટીટીપી એમએચઆરએ અને સરકાર સાથે મળીને ઉત્પાદન અને ઉત્પાદન પ્રક્રિયાને મંજૂરી આપ છે. અમને યુકે સરકાર તરફથી 10,000નો પ્રારંભિક ઓર્ડર મળ્યો છે જે અમે યુદ્વના ધોરણે સપ્લાય કરીશું. અમે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ કરાવવાની રીતો પણ શોધી રહ્યા છીએ.