લોકડાઉન ઉઠતાંની સાથે હુબઈને છોડવા ચીનનાં લોકો તલપાપડ, હિંસા ફાટી નીકળી

કોરોનાના જન્મ સ્થળ તરીકે પંકયેલા ચીનનાં હુબઈમાં લોકડાઉન ઉઠાવી લેવામાં આવતાં લોકો રસ્તા પર આવી ગયા છે અને હુબઈને છોડવા માટે જીદ્દે ચઢેલા લોકો વચ્ચે ઘર્ષણ થતાં હિંસા ફાટી નીકળી છે. કોરોના વાયરસ ફાટી નીકળ્યા બાદથી હુબઈમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ગઈકાલે લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું હતું અને બે મહિના બાદ લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે આ હિંસા ફાટી નીકળી છે.

કેનેડીયન મીડિયાના રિપોર્ટ અનુસાર ચીનના સોશિયલ મીડિયા દ્વારા કેટલા વીડિયો હાથ લાગ્યા છે. શુક્રવારે એટલે કે ગઈકાલે લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું હતું. હુબઈમાંથી લોકો તેના નજીકના શહેર ઝીયાન્ગઝી પ્રાંતમાં જવા માંગી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસના વ્હીકલ મોટી સંખ્યામાં લોકોના ટોળાને વિખેરવા ઝઝૂમી રહી છે. પરંતુ લોક બસો, ટેક્સી અને રેલ મારફત હુબઈ છોડવા માંગી રહ્યા છે. ગ્લોબ અને મેઈલ ખાતે આવેલા ટોલ બૂથ પરથી હિંસાની શરૂઆત થઈ હતી. હાલ ગ્લોબ અને મેઈલ બ્રિજને કન્સ્ટ્રક્શન માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને બ્રિજની બન્ને તરફ લોકોના ટોળે ટોળા એકત્ર થયા છે.

પાછલા અઠવાડિયા દરમિયાન હુબઈમાં કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો છે. હુબઈમાં 68 હજાર કોરોના કેસ નોંધાયા હતા અને 3,174 લોકો મોતને ભેટ્યા હતા.