અમેરિકામાં સ્થિતિ બેકાબૂઃ 24 કલાકમાં 345નાં મોતઃ અઢાર હજાર નવા કેસ

કોરાના વાયરસના કારણે હવે અમેરિકામાં સ્થિતિ સૌથી ખરાબ થઇ રહી છે. અમેરિકામાં હવે કોરોના વાયરસની સંખ્યા દુનિયાભરમાં સૌથી વધારે થઇ ગઇ છે. અમેરિકામાં કેસોની સંખ્યા વધીને 10,42,05 સુઘી પહોંચી ગઇ છે. અમેરિકામાં 2494 લોકો હજુ ગંભીર હાલતમાં છે. જેથી મોતનો આંકડો વધે તેવી શક્યતા છે.

અમેરિકામાં સૌથી વધારે સ્થિતિ કેટલાક શહેરોની છે. જેમાં ન્યુયોર્ક પણ સામેલ છે. કોરોના વાયરસની ખતરનાક સ્થિતિ વચ્ચે અમેરિકાની પોલ ખુલી ગઈ છે. મહાશક્તિ હોવાનો દાવો કરનાર અમેરિકા કોરોના વાયરસને રોકવામાં સંપૂર્ણપણે ફ્લોપ છે. કેસોની સંખ્યા ચીન અને ઇટાલી કરતા પણ વધુ થઇ ગયા છે. સ્થિતિ એ છે કે, હજુ કેસો વધી રહ્યા છે.

33 કરોડની વસ્તી ધરાવતા અમેરિકામાં બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ આવી છે. ન્યુયોર્કમાં ૩૮૫થી ઉપર પહોંચી ગયો છે.  ન્યુયોર્કમાં તો સ્થિતિ એટલી ખરાબ થઇ છે કે, જરૃરિયાત મુજબ બેડ અને સ્ટાફ નથી. નિવૃત્ત થયેલા મેડિકલ સ્ટાફની મદદ લેવામાં આવી છે. 30000 વેન્ટીલેટરની જરૃર છે તેની સામે 400 મોકલવામાં આવ્યા છે.ચીન અને ઇટાલી કરતા અમેરિકામાં કેસોની સંખ્યા વધારે થઇ ગઇ છે. કેસોની સંખ્યા અને મોતની સંખ્યા અમેરિકામાં રોકેટગતિથી વધી રહી છે.

ન્યુયોર્કમાં કેસોની સંખ્યા સૌથી વધારે થઇ ગઇ છે. એવી દહેશત દેખાઇ રહી છે કે ન્યુયોર્ક બીજા વુહાન બનવાની દિશામાં છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વહેલી તકે વેન્ટીલેટરો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે કાર કંપનીઓને સુચના આપી છે. ટ્રમ્પે સ્થિતિને સુધારી દેવા માટે બે ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી છે. અમેરિકામાં કેસો લાખોમાં પહોંચી રહ્યા છે. વૈશ્વિક બીમારી તરીકે રહેલા કોરોના વાયરસના કારણે અમેરિકામાં સ્થિતિ અન્ય દેશો કરતા વધારે ખરાબ થઇ રહી છે.