સુરતના ડિંડોલીના કોરોના પેશન્ટનું સત્ય બહાર આવ્યું, યુવાન છે માનસિક રોગથી પીડિત

સુરતમાં ડિંડોલા વિસ્તારના યુવાનનો વીડિયો ખાસ્સો વાયરલ થયો છે. યુવાનને કોરોનાગ્રસ્ત હોવાનું બતાવવામાં આવ્યો છે. યુવાનની હરકતો એવી રીતે બતવવાામાં આવી છે કે આ યુવાનને કોરોના થયું છે અને કોરોના કારણે યુવાન સ્ટ્રેચર પર તરફડીયા મારી રહ્યો છે.

જો તમારી પાસે કોરોના dindoli નામથી કોઈ વિડીયો આવ્યો હોય તો તેને તાત્કાલિક ડીલીટ કરી નાખજો. વીડિયોમાં નજરે પડતો વ્યક્તિ કોરોનાનો પેશન્ટ નથી પણ માનસિક બીમાર હોવાથી એવી હરકતો કરી રહ્યો છે.

ડીંડોલીના યુવકનો જે વિડીયો વાયરલ થયો છે તે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે.યુવક સુરતની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. એટલે કોરોના પેશન્ટ હોવાની વાત તપાસમાં ખોટી નીકળી છે અને હાલ આ મેસેજને ફોરવર્ડ નહીં કરવા અપીલ કરવામાં આવી છે.