દિલ્હીના આનંદ વિહારમાં હજારો મજૂરોનો ખડકલો, સરકાર ટેન્શનમાં, ગામ જવા માટે અધીરા

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન થયું છે, ત્યારે દિલ્હીથી પોતાના વતન બિહાર કે યુપી જવા માટે દિલ્હીના આનંદવિહાર બસ મથકે હજારો મજૂરો એકત્ર થઈ ગયા છે.કેટલાક મજૂરો આઠ ક્લાક પગપાળા ચાલીને આનંદ વિહાર પહોંચ્યા છે.

માથા પર ઘરવખરીનો સામાન લાદીને તેઓ વતન ભણી જવા માટે નીકળ્યા છે.  લોકડાઉનનાં ચોથા દિવસે દિલ્હીમાં સ્થિતિ બગડી છે. મજૂરો પોતાના વતન જવા માટે અધીરા થઈ ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મજૂરોને અપીલ કરી છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત સ્થળાંતર મજૂરોને દિલ્હી નહીં છોડવાની અપીલ કરી રહ્યા છે. સરકારે તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે. જોકે, આ અપીલ છતાં, સ્થળાંતરની પ્રક્રિયા અટકતી નથી.