લોકડાઉન તોડી માથે ઘરવખરી લાદી સેંકડો મજૂરો ઘરે જવા રસ્તા પર નીકળી પડ્યા

દિલ્હીમાં લોકડાઉન થયા બાદ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જતા મજૂરોના ધોડાપૂર આવી ગયા છે. દિલ્હીને યુપી જવા માટે રસ્તાઓ પર સેંકડો મજૂરો છે. આ મજૂરો જરૂરીયાતનો સામાનને માથે લઇને બાળકો અને મહિલાઓ સહિત તેમના ઘરે જવા માટે નીકળ્યા છે.

દિલ્હીના આનંદ વિહાર અને યુપીના કૌશાંબીના બસ મથકે હજારો લોકો તેમના ઘરે જવા માટે તલપાપડ બન્યા છે. દિલ્હીમાં તેમના માટે જીવન એટલું મુશ્કેલ છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં તેમના ગામ પહોંચવાના છે. આ મજૂરોના માથા પર સામાન છે, તેમને ન તો સોશિયલ ડિસ્ટન્સની ચિંતા છે અને ન તો કોરોનાનો ડર.

ડીટીસી બસો આ મજૂરોને દિલ્હીના આનંદ વિહાર બસ મથકથી એટા, ઇટાવા, ઝાંસી, આગ્રા, બુલંદશહેર, ગોરખપુર, લખનૌ જઈ રહ્યા છે. બિહાર અને ઝારખંડ જતા કામદારો પાસે કોઈ વિકલ્પ નથી. દિલ્હી પોલીસ કર્મચારીઓ આ કામદારોને બસોમાં બેસાડી રહ્યા છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ તેમના ઘરની આસપાસ ફરતા મજૂરોને ખોરાક અને પાણી આપીને મદદ કરે.

રાહુલ ગાંધીએ ટવિટ કર્યું છે કે આજે ભૂખ્યા અને તરસ્યા પરિવારો સહિત આપણા સેંકડો ભાઈ-બહેનોએ તેમના ગામ તરફ જવું પડી રહ્યું છે. તમારામાંથી જે પણ તેમને આ મુશ્કેલ સમયમાં પર ખોરાક, પાણી, આશ્રય આપી શકે છે તો આ ગરીબ લોકોને મદદ કરો. સહાય માટે કોંગ્રેસનાં કાર્યકરોને અપીલ કરી છે.