આરોગ્ય સચિવનો ધડાકો: ગુજરાતમાં કોરોનાનો ઈન્ક્યુબેશન પીરીયડ શરૂ: 5 એપ્રિલ સુધી કોરોનાના કેસ વધશે

દેશમાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસ રોગચાળાના પોઝીટીવ કેસોની સંખ્યા અન્ય કેટલાક રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ચિંતાજનક રીતે વધી રહી હોય તેમ આજે વધુ 6 પોઝીટીવ કેસો બહાર આવતાં રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 50ને પાર કરીને 53 પર પહોંચી ગઇ છે. અને ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનની એટલે કે ઝડપથી રોગ ફેલાવવાની પ્રક્રિયા અને રાજ્યમાં ઇન્ક્‌યુબેશન પરિયડ્‌સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન કેસો વધ્યા છે. જે તબીબોના મતે ત્રીજા તબક્કામાં ખૂબ જ ખતરનાક કહી સકાય.

દરમ્યાનમાં આજે ગુજરાતમાં કોરોના વાયરસથી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. જે એસવીપી હોસ્પિટલમાં દાખલ હતી. મહિલા ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરથી પીડિત હતી. કોરોના વાયરસથી અમદાવાદમાં મૃત્યુ આંક ૨ થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે.

ગુજરાતના આરોગ્ય સચિવ જ્યંતી રવિએ આજે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનીની તાજા સ્થિતિ અંગેની માહિતી આપતાં ગુજરાતના લોકોને ફરીથી સાવચેત કર્યા હતા અને આ રોગા ચેપથી બચવા લોકડાઉનના સમયગાળામાં ઘરમાં જ રહેવાની ભારપૂર્વકની ચેતવણી આપી તેમનું કહેવું છે કે, રાજ્યના તમામ નાગરિકોએ લોકડાઉનનો વ્યવસ્થિત અને સંપૂર્ણ અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો. ગુજરાતમાં આજથી ઈન્ક્‌યુબેશન પીરિયડ્‌સ ચાલુ હોવાથી કેસ વધવાની પુરી શક્યતા છે. દરમ્યાન, મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં કલમ 144 ના ભંગ અંગેની 135 ફરિયાદ નોંધાઇ છે તો, પોલીસે ૧૯૫ લોકોની ધરપકડ કરી છે. એક ચિંતાજનક બનાવમાં જીવતા બોંબ સમાન રાજકોટમાં કોરોનાને કારણે ક્વોરોન્ટાઇન કરાયેલી એટલે કે અલગ રખાયેલી એક યુવતી ભાગી જતા તેની ફરિયાદ થઇ છે. આ યુવતી જેના સંપર્કમાં આવે તેને પણ કોરોના થવાની શકયતા છે.

તેમણે રાજ્યમાં ઇન્ક્‌યુબેશન પરિયડ્‌સ(ખતરનાક તબક્કો) ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. આમ ખુદ સરકાર જ જ્યારે કહી રહી છે કે ૫ એપ્રિસ સુધી કેસો વધવાની શક્યતા છે ત્યારે સરકારે તો સજાગતા રાખીને હોસ્પિટલોમાં તેની તૈયારીઓ રાખી છે. તેમ છતાં લોકોએ લોકડાઉનનો અમલ કરીને ઘરની બહાર નિકળવાનું ટાળવુ જોઇએ., એમ પણ સરકારી સૂત્રોએ કહ્યું હતું.

જયંતિ રવિએ એમ પણ કહ્યું કે, હજુ ૫ એપ્રિલ સુધી કેસ વધવાની પુરી સંભાવના છે. ત્યારે હાલમાં 993 સેમ્પલમાંથી 938 નેગેટિવ આવ્યા છે જે એક સારા સમાચાર પણ છે ગુજરાતમાં 8000થી વધુ વેન્ટિલેટર્સ હાલ ઉપલબ્ધ છે. તેમજ ગુજરાતમાં માસ્કની અછત નથી.