કોરોના:બ્રાઝીલના રાષ્ટ્રપતિને ઈકોનોમીની ચિંતા વધારે, કહ્યું” કેટલાક લોકો તો મરશે જ”

કોરોના વાયરસના હુમલાની વચ્ચે  બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો અને રાજ્યોના રાજ્યપાલો વચ્ચેનો ખટરાગ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમાં પણ લોકોના નુકસાનની સંભાવનાઓ દેખાવા માંડી છે. ખરેખર રાષ્ટ્રપતિએ બેફામપણે કહ્યું છે કે કેટલાક લોકો મરી જશે અને આ માટે તે અર્થવ્યવસ્થાને બંધ કરી શકશે નહીં. બ્રાઝિલમાં કોરોના વાયરસ માટે અત્યાર સુધીમાં 3,477 લોકો પોઝીટીવ જોવા મળ્યાં છે, જ્યારે 93 લોકોનાં મોત નીપજ્યાં છે.

ઝાયરે સાઓ પાઉલોમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુ અંગે રાજ્યના રાજ્યપાલો ઉપર શંકા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મૃત્યુઆંક વધારવામાં આવ્યો છે. જોકે, તેમણે આ આરોપ અંગે કોઈ પુરાવા આપ્યા નથી. બોલ્સોનારો અને રાજ્યપાલો વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કોરોનાને ટાળવા માટે, સામાજિક અંતર કરતાં અર્થતંત્રની બચત કરવી વધુ મહત્વની છે.

હકીકતમાં આરોગ્ય નિષ્ણાતોની સલાહ પર  દેશના 26 રાજ્યપાલોએ બિન-આવશ્યક વ્યાપારી કાર્ય બંધ કર્યું છે, જેથી કોરોનાને ફેલાતો અટકાવવામાં આવે. આ તરફ બોલ્સોનારોએ ખૂબ કડક જવાબ આપ્યો, ‘હું માફી માંગીશ, કેટલાક લોકો મરી જશે, આ જ  જીવન છે. ટ્રાફિકમાં થતાં મૃત્યુને કારણે તમે કારનું કારખાનું બંધ કરી શકતા નથી.

બોલ્સોનારોએ જણાવ્યું હતું કે બ્રાઝિલના આર્થિક પાવરહાઉસ, સાઓ પાઓલોમાં મૃત્યુઆંક ખૂબ વધારે છે. ત્યાં 1,223 કોરોના પોઝિટિવ કેસ છે અને 68 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે, “આપણે અહીં જે થઈ રહ્યું છે તે જોવું જ જોઇએ, રાજકીય હિતો માટે તે સંખ્યાની રમત હોઈ શકે નહીં.”

બોલ્સોનારો જે રીતે કોરોના અંગે વર્તાવ કરી રહ્યા છે તેનાથી લોકોની આલોચના અને વિરોધનો સામનો કરી રહ્યા છે. લોકોએ તેમના ઘરોની બારીની બહાર પોટ અને પેન લટકાવી દીધા છે. જ્યારે બોલ્સોનારોના સમર્થકો હોર્ન વગાડીને લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે અને વાહનોના કાફલાને બહાર કાઢી રહ્યા છે.