કોરોનાગ્રસ્ત ઇકોનોમીને રેપો રેટ કપાત: તમામ ટર્મ લોન પર ત્રણ મહિનાની રાહત

ગુરુવારે કોરોનાવાયરસને કારણે સર્જાયેલી સ્થિતિ અને તેના કારણે કરાયેલા લોકડાઉનથી થયેલા નુકસાનને ધ્યાને લઇને સુસ્ત ઈકોનોમી માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. હવે શુક્રવારે RBIના ગવર્નરે રેપો રેટમાં કપાતની રાહત આપીને નીતિગત વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો છે. ગવર્નરે રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બાદ રેપો રેટ 5.15 ટકાથી ઘટીને 4.4 ટકા થઈ ગયો છે. આ સાથે જ તેમણે બેન્કોને સૂચન કર્યું છે કે તેઓ ઇએમઆઇ 3 મહિના માટે ટાળી દે.

સાથે જ રિવર્સ રેપો રેટ 90 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકા કરી દીધો છે. ગવર્નરે કહ્યું કે, ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવના કારણે ઈકોનોમી પર પ્રેશર ઘટ્યું છે. પાછલા બે પૉલિસી રિવ્યૂમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  દાસે કહ્યું કે કોરોના વાયરસની આ મહામારીથી લડવા માટે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, RBIના આ નિર્ણયથી હોમ, કાર અથવા અન્ય પ્રકારની લોન સહિત અન્ય પ્રકારના EMI ભરનારા કરોડો લોકોને ઘણી રાહત મળી શકે છે. સામાન્ય લોકો સાથે બિઝનેસ પર કોરોનાની અસરને જોતા સરકારે લોનના EMI પર રાહત આપવાની તૈયારી કરી ચૂકી છે.

RBIના આ આદેશ બાદ હવે બેંકોનો નક્કી કરવાનું રહેશે કે તેઓ સામાન્ય નાગરિકને EMIમાં રાહત આપવી છે કે નહીં. આ સાથે જ બેંકે તે પણ નક્કી કરવાનું રહેશે કે તેને કયા EMI પર રાહત આપવી છે. રેપો રેટોના ઘટાડાનો ફાયદો હોમ, કાર અથવા અન્ય પ્રકારની લોન લેનારા કરોડો લોકોને મળશે. આ સાથે જ નવી લોન લેનારા ગ્રાહકોને પણ તેનો ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજની જાહેરાત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રજૂ કર્યું હતું, જેથી 21 દિવસના લોકડાઉનના કારણે લોકોની પરેશાની ન વધે અને ગરીબ લોકોને સરળતાથી ખોરાક અને કેશ મળી રહે.

RBI ગવર્નરે પોતાની કોન્ફરન્સમાં કરેલી કેટલીક મોટી જાહેરાતો

  • રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો, નવો રેપો રેટો 4.4 ટકા
  • રિવર્સ રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો, નવો રેટ 4 ટકા
  • બધી બેંકો માટે કેશ રિઝર્વ રેશિયોમાં 100બીપીએસનો ઘટાડો.
  • CRRમાં 100bpsનો ઘટાડો, તેનાથી માર્કેટમાં 1.37 લાખ કરોડ રૂપિયા આવશે.
  • RBIએ કોમર્શિયલ અને ક્ષેત્રિય બેંકોને ત્રણ મહિનાના EMI અને વ્યાજ પર રાહત આપવાની સલાહ આપી છે.
  • તેમણે દેશને આશ્વાસન આપતા કહ્યું કે ભારતીય બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.