ગુજરાતમાં પણ કોરોનાને કારણે કેદીઓનો પેરોલ પર છૂટકારો થવાની સંભાવના

હાલમાં ભયાનક કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે અને સરકાર તેમાંથી બચવા લોકોને એકબીજાથી દૂર રહેવા ભાર મૂકી રહી છે ત્યારે જેલમાં બંધ કેદીઓ કે જેમને એક-એક બેરેકમાં મોટી સંખ્યામાં રાખવામાં આવે છે તેમનામાં આ રોગને રોકવા મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ કાચા કામના કે પછી જેમના જામીન મંજૂર થયા છે પણ કોઇ જામીન આપી શકતા નથી એવા કેદીઓને પેરોલ પર કામચલાઉ જેલમુક્તિ આપી શકે,એમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

સૂત્રોએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોનાના 100 કરતાં વધારે કેસો નોંધાયા છે. બીજા નંબરે ગુજરાતમાં પણ 40 કરતા વધારે કેસો નોંધાયા છે ત્યારે જેલમાં ગીચોગીચ સ્થિતિમાં રહેતા કેદીઓ પૈકી જામીનપાત્ર અને નોન કોગ્નીઝેબલ કે અન્ય એવા ગુનામાં જેલમાં રહેલા કેદીઓ કે જેમને પેરોલ આપવામા આવે તો કાયદો-વ્યવસ્થા પર કોઇ અસર ના પડે તેમને 2 કે 4 મહિનાની કે તેના કરતાં વધારે સમયની પેરોલ આપીને જેલમાં ગીચતા ઓછી કરી શકાય. મહારાષ્ટ્ર સરકારે અંદાજે 11 હજાર કેદીઓને પેરોલ પર જેલની બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકારમમાં પણ તેની વિચારણા શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.