સમયસર એમ્બ્યુલન્સ ન મળતાં સિદ્ધપુરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

કોરોના સામે હાલ આખુ વિશ્વ લડી રહ્યુ છે. આવતી ૧૪મી એપ્રિલ સુધી આખા ભારતમાં લોકડાઉન આપી દેવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના સામે જંગ છેડી દેવામાં આવી છે આવી પરિસ્થિતિમાં સામાન્ય દર્દીઓની હાલત ગંભીર થઈ છે. ગુજરાતમાં પાટણના સિદ્ધપુરમાં લોકડાઉનના કારણે એક માણસનો જીવ જતો રહ્યો છે.

પાટણના સિદ્ધપુરમાં લોકડાઉનને પગલે દર્દીઓની હાલત કફોડી બની છે. બસ સ્ટેશન પાસે એક શખ્સ એકાએક બેભાન થયો હતો. એમ્બ્યુલન્સ સમયસર ન આવતા દર્દીને લારી પર લઈ જવાનો વારો આવ્યો.

દર્દી સમયસર હોસ્પિટલ ન પહોચી શકતા તેનું મોત થયુ છે. સિદ્ધપુરના બિલિયા ગામનો વ્યક્તિનું સારવાર અભાવે મોત થયું છે. જેના કારણે મૃતકના પરિવારજનોએ આરોગ્ય તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.