કોરોના વાયરસનો નવો ટેસ્ટ વિક્સિત, હવે બે દિવસ નહીં પણ અઢી ક્લાકમાં મળી જશે રિપોર્ટ

લગભગ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે, અને હાલમાં તેની રસી તેમજ તેની ટેસ્ટ કીટ બનાવવા માટેના પ્રયત્નો ચાલુ છે, જેનાથી કોરોના કન્ફર્મ કરવા માટે નમૂનાના ટેસ્ટ માટે સમયના બગાડનાં બદલે બચાવ થાય. હાલ કોવિડ -19 દર્દીના રિપોર્ટને કન્ફર્મ કરવામાં બે દિવસ કે તેથી વધુ સમયનો લાગી રહ્યો છે ત્યારે જર્મન કંપનીએ દાવો કર્યો છે કે તેમના દ્વારા વિકસિત નવી ટેસ્ટ કીટ માત્ર અઢી કલાકમાં જ ટેસ્ટ માટેનો રિપોર્ટ આપી શકે છે.

બ્લૂમબર્ગમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, રોબર્ટ બોશ (Robert Bosch GmbH) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) વોલ્કમર ડેનરે ગુરુવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેમની કંપનીની ટેસ્ટ કીટ કોવિડ -19 ને અઢી કલાકથી ઓછા સમયમાં આવરી લે છે અને નેગેટીવ કે પોઝીટીન રિપોર્ટ તૈયા કરી શકે છે. આ કીટ આ રોગચાળા સાથેના યુદ્ધમાં મદદ કરશે. આ કીટ થકી ચેપગ્રસ્ત દર્દીઓની ઓળખ ઝડપથી કરવામાં આવશે, અને દર્દીઓને ઝડપથી આઈસોલેટ કરી શકાશે.

અહેવાલમાં જણાવ્યા મુજબ Robert Bosch GmbH કહ્યું હતું કે નવા ટેસ્ટ(પરીક્ષા)માં બોશના હેલ્થકેર વિભાગ દ્વારા રચાયેલા વાઇરલિટિક મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપકરણનો ઉપયોગ ફ્લૂ અને ન્યુમોનિયા જેવા ઘણા બેક્ટેરિયલ અને વાયરલ રોગોને ઓળખવા માટે હોસ્પિટલો, પ્રયોગશાળાઓ અને તબીબી પ્રેક્ટિસમાં પહેલેથી જ કરવામાં આવી રહ્યો છે. આ ઉપકરણ એપ્રિલમાં જર્મનીમાં ઉપલબ્ધ થશે, અને તે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવામાં આવશે.

બ્લૂમબર્ગે Robert Bosch GmbHને ટાંકીને જણાવ્યું છે કે Robert Bosch GmbH દ્વારા ઉત્તરી આયર્લ મેડીકલ ઉપકરણ ઉત્પાદક અને વાયોલિટિકના ભાગીદાર, રેંડલેક્સ લેબોરેટરીઝ લિમિટેડના સહયોગથી આ પરીક્ષણ પદ્વતિ વિકસાવવામાં આવી છે.