દીપિકા પાદુકોણે લગાવ્યો કેટરિના કૈફ પર પોતાનો આઇડિયા ચોરવાનો આરોપ

હાલમાં જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે  અને ફિલ્મ તેમજ ટીવી સિરીયલના શૂટિંગ પણ બંધ છે, ત્યારે  ફિલ્મ અને ટીવી જગતના અભિનેતા, અભિનેત્રીઓ  પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘરમાં કામ કરતાં હોવાના વીડિયો અને ફોટાઓ મુકી રહ્યા છે.  દીપિકા પાદુકોણે પણ  ‘સેલ્ફ આઈસોલેશન’ દરમિયાન સોશિયલ મીડિયા પર સતત વીડિયો અને તસવીરો શેર કરી રહી છે. જેને તેણે ‘પ્રોડક્ટિવિટી ઈન ધ ટાઈમ ઓફ COVID 19’ટાઈટલ આપ્યું છે. આ સીરિઝમાં તેણે ઘણી પોસ્ટ મૂકી છે. જો કે, તેણે આગળનો એપિસોડ પોસ્ટ કરવાની ના પાડી દીધી. તેનું કહેવું છે કે, કેટરીનાએ તેનો આઈડિયા ચોરી લીધો છે.

કોરોના આઉટબ્રેકમાં આઈસોલેશન દરમિઆન સેલેબ્સ ઘરે છે. તેઓ પોતાની એક્ટિવિટી સાથે જોડાયેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. બધાએ પોતાની પોસ્ટને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે. દીપિકા પાદુકોણ પોતાની પોસ્ટ એપિસોડ્સ તરીકે શેર કરી રહી છે. જેમાં તેણે વર્કઆઉટ, વોરડ્રોબ સાફ કરવાની તેમજ સેલ્ફ કેરથી લઈને ફ્રૂટ જ્યૂસ સુધીની તસવીરો શેર કરી છે. જો કે, તેણે સીરિઝનો પાંચમો એપિસોડ પોસ્ટ કરવાની ના પાડી દીધી કારણ કે તેનું કહેવું છે કે, કેટરીનાએ તેનો આઈડિયા ચોરી લીધો છે. તેણે કેટરીનો વીડિયો રીપોસ્ટ કર્યો છે. જેમાં એક્ટ્રેસ વાસણ ધોઈ રહી છે.

દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘મને તે જાણકારી આપતા દુઃખ થાય છે કે સીઝન 1નો 5મો એપિસોડ કેન્સલ કરવામાં આવ્યો છે. કારણ કે કેટરીના કૈફે મારો આઈડિયા ચોરી લીધો છે’. આ દરમિયાન બોલિવુડના દરેક સેલેબ્સ આઈસોલેશનમાં છે અને લોકોમાં પણ જાગૃકતા ફેલાવી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો દીપિકા છેલ્લા મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. હવે તે શકુન બત્રાની ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેની સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે.