બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

બ્રિટનનાં વડાપ્રધાન બોરીસ જ્હોસનનો શુક્રવારના રોજ કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેમને સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

બ્રિટિશ વડાપ્રધાન જ્હોનસને ટવીટ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના લક્ષણો જોવા માટે મળ્યા હતા અને ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. અત્યારે હું સેલ્ફ આઇસોલેશનમાં છું પરંતુ હું મારી સરકારી જવાબદારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિભાવીશ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને તેમનો જુસ્સો વધારતા કહ્યુ હતું કે, તમે સાચા ફાઈટર છો, તમે આ પડકાર સામે પણ હિંમતભેર ફાઇટ કરી જીતી જશો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને પણ સેલ્ફ આઇસોલેશનમાં ખસેડ્યા હતા.