તંત્રમાં હાશકારો: સુરતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 8ના પેન્ડિંગ રિપોર્ટ નેગેટિવ

સુરતમાં કોરોનાનાં કારણે ઉદ્દભવેલી સ્થિતિમાં તંત્ર માટે હાશના સમાચાર સામે આવ્યા છે. કોરોનાનાં આઠ દર્દીના નમૂના લેબોરેટરીમાં ટેસ્ટ માટે ગયા હતા અને આ આઠેય દર્દીઓનાં નમૂનાના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાશકારો થયો છે.

સુરતમાં કોરોના દર્દીઓને આઈસોલેટ કરવાની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. ખુદ પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ, સુરત પાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને કલેક્ટર ધવલ પટેલ દ્વારા લોકોની વચ્ચે જઈને લોકડાઉન કરવા માટે સમજ આપવામાં આવી રહી છે.

ત્રણેય સરકારી પાંખો દ્વારા 24 ક્લાક ખડેપગે ફરજ બજાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોક્ટરોની ટીમો પણ કાર્યરત છે. વિવિધ વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને એરિયાઓને નોન-કોરોન્ટાઈન કરવા માટેની કામગીરી ચાલી રહી છે.