ગુજરાતમાં કોરોનાએ ત્રીજો ભોગ લીધો, ભાવનગરના 70 વર્ષીય વૃદ્વે લીધા અંતિમ શ્વાસ

કોરોના મહામારીમાં ગુજરાતના ભાવનગરમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થતા કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. અગાઉ અમદાવાદમાં એક 85 વર્ષના મહિલાનું મોત થયું હતું અને તે અગાઉ સુરતમાં નાનપુરમાં પણ 67 વર્ષના વૃદ્ધે દમ તોડ્યો હતો. ગુજરાતમાં કોરોનાથી ભાવનગરમાં ત્રીજું મોત થયું હોવાનું ખુલ્યું છે. ભાવનગરના 70 વર્ષના વૃદ્ધ દિલ્હી જઈને આવ્યા હતા અને તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનું મોત થઈ ગયું હતું.

અમદાવાદ, સુરત અને ભાવનગરના નવા ત્રણ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં પાંચ નવા કેસ સામે આવતા રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 43 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં 70 વર્ષના દર્દીનું મોત થયું છે જે રાજ્યમાં કોરોના ચેપથી ત્રીજું મૃત્યુ હોવાનું જણાયું છે. અગાઉ અમદાવાદની 85 વર્ષની વૃદ્ધા સાઉદથી પરત ફર્યા હતા તેમનું ગત રાત્રે મોત થયું હતું.

ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 19567 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન અને 124 વ્યક્તિઓને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરોન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ રાજ્યમાં કેટલાક મુસાફરોએ ક્વોરોન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી 147 વ્યક્તિ સામે એફઆઈઆર નોઁધવામાં આવી છે. રાજ્યમાં તમામ લોકોનો સર્વે હાથ ધરાયો છે. જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગમાં સહયોગ લેવાઈ રહ્યો છે. આની માહિતી Techo એપ દ્વારા IDSP મેળવાય રહી છે, જેના દ્વારા અન્ય કોઈ વ્યક્તિ જો શંકાસ્પદ જણાય તો તેમને અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લેવાઈ રહ્યા છે.

અત્યાર સુધી 2,07,91,428 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જે પૈકી 23698 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જે પૈકી 23698 વ્યક્તિઓએ ઈન્ટરસ્ટે અને 5803 વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કરેલ 86 વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેલ્પલાઈન 104 પર વ્યક્તિઓ મદદ માંગી અને માહિતી મેળવી હતી. અત્યાર સુધી 15 હજારથી વધારે કોલ આવ્યા હતા અને પોતાના લક્ષણોની વિગતો આપે તો તેમને નિરીક્ષણ હેઠળ લઈ જરૂરી રાસવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 298 લોકોને સારવાર આપવામાં આવી છે.