મુસ્લિમ સમાજનો મોટો નિર્ણયઃ મસ્જિદોમાં જુમ્માની નમાઝ નહીં થાય

કોરોના વાયરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મોત પણ થઈ ચૂક્યું છે. તેને ધ્યાનમાં લેતા મુસ્લિમ સમાજ દ્વારા સરાહનિય પગલું ભરવામાં આવ્યું છે. ગતરોજ અમદાવાદ શહેરની તમામ મસ્જિદોમાં જુમ્માની નમાઝ રદ્દ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરે જ નમાઝ પઢવાનું કહેવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલ કેસો સામે હિંદુ-મુસ્લિમ સમાજના લોકો એક સાથે આવી રહ્યા છે. બંને સમાજના લોકોએ આ વાયરસને વધતા અટકાવવા માટે મંદિર મસ્જિદ બંધ કરી દીધી છે. જેથી લોકો એક જગ્યાએ જમા ન થાય. મુસ્લિમ ધર્મમાં જુમ્માની નમાઝનું મહત્વ ઘણું વધારે હોય છે. જેથી તે નમાઝ મસ્જિદમાં જ પઢવી જરૂરી છે. જો કે કોરોના વાયરસના વધતા કહેરને જોતા શહેરની તમામ મસ્જિદોમાં ગત રોજ જુમ્માની નમાઝ રદ્દ કરી દેવામાં આવી છે અને ઘર માં જ નમાઝ અદા કરવાનું એલાન પણ કરવામાં આવ્યું છે.