સ્પેનમાં કોરોનાથી 24 કલાકમાં 738 અને ઈટાલીમાં 683નાં મોત

કોરોના વાયરસના કારણે દુનિયામાં સૌથી વધારે ખૌફનાક હાલત હાલમાં સ્પેન અને ઇટાલીની થયેલી છે. બંને દેશોમાં કોરોના વાયરસે ખૂબ વિકરાળ સ્વરૃપ ધારણ કરી લેતા એક પછી એક મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકની જ વાત કરવામાં આવે તો ઇટાલીમાં 683 લોકોના મોત થયા છે. જ્યારે સ્પેનમાં તો 783 લોકોના મોત થઇ ચુક્યા છે.

મોતના મામલે હવે ઇટાલી બાદ સ્પેન પણ ચીન કરતા આગળ છે. સ્પેનમાં મોતનો આંકડો વધીને 3647 સુધી પહોંચી ગયો છે. જ્યારે ઇટાલીમાં મોતનો આંકડો 7503 સુધી પહોંચી ગયો છે. ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા.

ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ 207 લોકોના મોત થયા હતા.  કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જોવા મળી રહી છે. કેસોની સંખ્યામાં ઝડપથી વધી છે. ઇટાલીમાં ચિંતાજનક રીતે મોતનો આંકડો અને કેસોની સંખ્યા વધી રહી છે. ઇટાલીમાં મોતનો આંકડો તો કોરોના વાયરસની જ્યાંથી શરૃઆત થઇ હતી તે ચીન કરતા હવે વધી ગયો છે. ઇટાલી અને સ્પેનમાં  ચારેબાજુ કોરોના વાયરસના કારણે લાશોના ઢગલા થઇ ગયા છે.

સ્થિતિ એટલી હદ સુધી વણસી ગઇ છે કે મૃત્યુ પામેલા લોકોને પરિવારના સભ્યો અલવિદા કહેવાની સ્થિતિમાં પણ નથી. ઇટાલીમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને દર્દીઓની જર્મનીમાં પણ સારવાર કરવામાં આવી રહી છે. ઇટાલીમાં એક દિવસમાં જ 5249 નવા મામલા સપાટી પર આવ્યા છે. જ્યારે કોવિડના કારણે સકંજામાં આવી ચુકેલા લોકોની સંખ્યા વધીને 69176 સુધી પહોંચી ગઇ છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 6820 સુધી પહોંચી ગઇ છે. બે દિવસ સુધી આંકડા ઘટી ગયા બાદ ઇટાલીના નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યુટના ચીફ સિલવિયો બ્રુસાફેરોએ કહ્યુ હતુ કે આ સકારાત્મક નંબર છે. પરંતુ સ્થિતિ સુધરી રહી છે તેમ કહેવા માટે સાહસ કરી શકાય નહીં.ઇટાલી સરકાર ભારે પરેશાન છે. સ્થિતિને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી.

બીજા  વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર 1939થી શરૃ થયા બાદ બીજી સપ્ટેમ્બર 1945 સુધી ચાલ્યું હતું. એટલે કે 6 વર્ષ સુધી આ વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. આ ગાળા દરમિયાન ઇટાલીમાં 454600 લોકોના મોત થયા હતા.  એટલે કે એક દિવસમાં 207 લોકોના મોત એ ગાળા દરમિયાન થયા હતા પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે.

હવે સ્થિતિને પહોંચી વળવા માટે સેનાને બોલાવવા માટેની ફરજ પડી રહી છે. ઇટાલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વસ્તીમાં મોટા ભાગના લોકો મોટી વયના લોકો રહેલા છે. ટેસ્ટિંગમાં કમીના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.