બોલિવુડની આ મહિલા સિંગર ફસાઇ ઇટલીમાં, વીડિયો શેર કરી જણાવી મુશ્કેલી

કોરોના વાયરસનો ભય ભારત સહિત દુનિયાભરમાં ફેલાયો છે. 21 દિવસ સુધી ભારતમાં લોકડાઉન છે. ત્યારે બોલિવુડની સિંગર શ્વેતા પંડિત ઇટલીમાં ફસાઇ ગઇ છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જણાવી રહી છે કે, ઈટાલીમાં તેને શેનો સામનો કરવો પડી રહ્યો છે. સિંગર શ્વેતા પંડિત હાલ ઈટાલીમાં છે અને ત્યાંથી તેણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જણાવી રહી છે કે, તે ત્યાં સુરક્ષિત છે. જો કે, શેનો સામનો કરી રહી છે તે વિશે જણાવ્યું. તેણે કહ્યું કે, સવારે ઊઠતાની સાથે જ એમ્બ્યુલન્સનો અવાજ સંભળાઈ છે.

 

View this post on Instagram

 

#staysafe #stayhome #prayforitaly #italylockdown #indialockdown #jantacurfew

A post shared by SP ✨ (@shwetapandit7) on

શ્વેતાએ જણાવ્યું કે તે એક અઠવાડિયાથી રૂમમાંથી બહાર નથી નીકળી. તેણે જણાવ્યું કે, જાણ નથી થતી કે ક્યારે અને કોના સાથે મળવાથી કોરોના થયો. શરદી-ઉધરસ થાય છે અને ડોક્ટર પાસે જવા પર ખબર પડે છે કે આઈસીયૂની જરૂર છે. તેણે કહ્યું કે, વાયરસ ખતરનાક છે અને ઈટાલીમાં ઘણાના ભોગ લીધા છે. શ્વેતાએ કહ્યું કે, તબિયત જાણવા માટે ભારતથી કોલ આવ્યા. આ ધીમે-ધીમે દુનિયામાં ફેલાઈ રહ્યો છે. ભારત નસીબવાળું છે, કે ત્યાં આટલી મોડી આ બીમારી પહોંચી. ચીનથી આ વાયરસ ઈટાલીમાં આટલો ભયંકર કેવી રીતે ફેલાયો તે જાણી શકાતું નથી. તેણે કહ્યું કે, ઈન્ફેક્શનની જાણ થતી નથી અને જ્યારે જાણ થાય છે ત્યારે ખૂબ મોડું થઈ જાય છે.