બ્રિટનના 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

બ્રિટનનાં રાજવી પરિવારના 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ અંગે બર્મિંગહામ પેલેસે સત્તાવાર જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવતા હાલ પ્રિન્સ સ્કોટલેન્ડમાં સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે.

ક્વિન એલિઝાબેથના 71 વર્ષીય સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને શરૂઆતમાં લક્ષણો જણાઈ આવ્યા હતા. હાલ તેમની તબિયત સારી હોવાનું જણાવાયું છે. પ્રિન્સના પત્ની કેમિલાએ પણ સેલ્ફ આઈસોલેશન ધારણ કર્યું છે. જોકે, કેમિલાને કોવિડ-19 થયો નથી.

ઉત્તર-પૂર્વ સ્કોટલેન્ડના અબર્ડિનશાયરમાં આવેલા નેશનલ હેલ્થ સર્વિસ સેન્ટર દ્વારા ટેસ્ટ પોઝીટીવ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પાછલા સપ્તાહો દરમિયાન પ્રિન્સે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને લોકો એકત્ર થાય તેવ જગ્યાએ ફર્યા પણ હતા. આના કારણે તેમને ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.