કાબૂલનાં ગુરુદ્વારા પર હુમલો, 27નાં મોત, હુમલો કરનાર ચાર આતંકી ઠાર

અફઘાનિસ્તાનનાં કાબૂલમાં આવેલા ગુરુદ્વારામાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકોને ઈજા પહોંચી છે. અફઘાન સિક્યુરીટી ફોર્સે હુમલો કરનાર ચાર આતંકીઓનો સ્થળ પર જ ઢીમ ઢાળી દીધા હતા.

શીખ ધર્મના ગુરુદ્વારા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આજે બપોરે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ભારતે મૃતક શીખ ધર્મના લોકો માટે શ્રદ્વાંજલિ આપી છે અને કહ્યું છે કે મૃતકોના પરિવારજનોને સાંત્વના મળે તેવી ઈશ્વરેન પ્રાર્થના છે. અસરગ્રસ્ત પરિવારોને બનતી તમામ સહાય કરવા ભારત સરકાર તૈયાર છે. ઈજા પામેલા લોકોની ઝડપથી રિકવરી થાય તેવી પ્રાર્થના છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શીખ ધર્મના પવિત્ર ગુરુદ્વારા પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે. કોરોના જેવા જીવલેણ રોગ સામે જ્યારે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે આવો હુમલો ક્રુર માનસિકતાનો પરિચય આપે છે.