કોરોનાના જોખમને ધ્યાને લઇને ચૂંટણી પંચે રાજ્યસભાની 55 બેઠકની ચૂંટણી ટાળી

કોરોનાવાયરસનો દેશમાં પ્રકોપ વધ્યો છે અને તેના કારણે ચૂંટણી પંચે 26 માર્ચે થનારી રાજ્યસભાની ચૂંટણી ટાળી દીધી છે. રાજ્યસભાની કુલ 55 બેઠકોની ચૂંટણીને ટાળી 26 માર્ચે થવાની હતી અને તેના માટેની પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી હતી, જો કે હાલની સ્થિતિને ધ્યાને લેતા તેને હાલ તત્કાળ મુલતવી કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

દેશના કુલ 17 રાજ્યોની 55 બેઠકો પર ચૂંટણી થવાની હતી, જેમાં મહારાષ્ટ્રની 7, ઓરિસ્સાની 4, તમિલનાડુની 6 અને પશ્ચિમ બંગાળની 5 સીટ 2 એપ્રિલના રોજ ખાલી થઇ રહી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશની 4, તેલંગાણાની 2, આસામની 3, બિહારની 5, છત્તીસગઢની 2 ગુજરાતની 4, હરિયાણાની 2, હિમાચલ પ્રદેશની 1, ઝારખંડની 2, મધ્યપ્રદેશની 3, મણિપુરની 1 અને રાજસ્થાનની3 સીટ 9 એપ્રિલે ખાલી થઇ રહી છે. આ ઉપરાંત મેઘાલયની એક સીટ 12 એપ્રિલે ખાલી થઇ રહી છે.