ગુજરાતના આ શહેરમાં બબ્બે કમિશનર નીકળી પડ્યા લોકડાઉનનો અમલ કરાવવા

ગુજરાતમાં કોરોનાની મહામારી ઝડપથી વધી રહી છે. સુરતમાં કોરોનર્સનું મોત થતાં તંત્ર સફાળું દોડતું થઈ ગયું છે. સુરતમાં લોકડાઉજાહેર કરાયું છે. પહેલા 25મી માર્ચ સુધી લોકડાઉન હતું પણ હવે 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.

સુરતમાં કોરોનાનાં કેસ મળી આવતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ લોકો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો નથી. પોલીસ દ્વારા નાકાઓ અને મેઈન રસ્તાઓ પર બેરીકેટ્સ મૂકીને અંતરાયો ઉભા કર્યા હોવા છતાં લોકો બેરીકેટ્સને ઓળંગીને પણ અવરજવર કરી રહ્યા છે. ગાડીઓ લઈને દોડતા નજરે પડી રહ્યા છે.

આવી સ્થિતિમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની અને સુરતનાં પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા લોકોને લોકડાઉનનો અમલ કરવા માટે સમજ આપવામાં આવી  હતી. બન્ને કમિશનરો રસ્તા પર ઉભા રહીને લોકોને લોકડાઉનનો અમલ કરવાની તાકીદ કરતા જોવા મળ્યા હતા.