કોરોનાવાયરસ સામે લડવા માટે સરકારની તૈયારીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ

કોરોનાવાયરસ સામે લડવા માટે સરકારે જ સખ્તાઇ બતાવી છે તેની સુપ્રીમ કોર્ટે પણ પ્રશંસા કરી છે. સર્વોચ્ચ અદાલતે માન્યું હતું કે સરકાર તમામ જરૂરી પગલાં ભરી રહી છે અનેં ટીકાકારો પણ આ મામલે સરકારની પ્રશંસા કરવા માટેં મજબૂર બન્યા છે. દેશના ચીફ જસ્ટિસે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે એવું આખો દેશ માની રહ્યો છે કે સરકાર કોરોના બાબતે તમામ જરૂરી પગલાં ભરી રહી છે. સુપ્રીમ કોર્ટના મતે સરકાર આ મામલે ઘણું સારું કામ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં કોરોના સંબંધિત એક રીટની સુનાવણી દરમિયાન આ વાત કરવામાં આવી હતી. રીટમાં કહેવાયું હતું કે કોરોના સામે કામ પાર પાડવા માટે સરકારને જરૂરી પગલાં ભરવાનું કહેવામાં આવે. કોવિડ 19 ટેસ્ટ કરનારી લેબની સંખ્યા વધારવાની માગ પણ તેમાં કરાઇ હતી. સુનાવણી બાદ સરકારે કોરોના લેબ ટેસ્ટિંગ સેન્ટર વધારવા સંબંધિત રીટ સરકારને રીફર કરી હતી.

ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે અમે સરકારના પગલાંઓથી સંતુષ્ટ છીએ. આ સંબંધે ઘણી ઝડપથી પગલાં ભરવામાં આવી રહ્યા છે. ટીકારો પણ માની રહ્યા છે કે સરકારે સારું કામ કર્યું છે. આ રાજકારણ નથી પણ તથ્ય છે એવું આ બેન્ચે કહ્યું હતું. આ બેન્ચમાં જસ્ટિસ એલએન રાવ અને સૂર્યકાંત પણ સામેંલ હતા.