લોકડાઉનના આદેશને પગલે બહાર નીકળતા પહેલા સો વાર વિચારજો : દંડા ખાવા પડશે, જુઓ વીડિયો

ગુજરાત રાજ્યમાં કેટલાક શહેરોમાં લોકડાઉન જાહેર કરાયા પછી પણ લોકો તેને ગંભીરતાથી લેવાને બદલે પોતાના ઘરમાંથી લટાર મારવા નીકળી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોની પોલીસને આ મામલે કડક પગલાં લેવાની સૂચના આપી છે અને તેને પગલે સુરતમાં પોલીસે કેટલાક વિસ્તારોમા લટાર મારવા નીકળેલા લોકો પર દંડાવાળી કરી છે. જો તમે પણ ઘરમાંથી બહાર નીકળવાની ઇચ્છા ધરાવતા હોવ તો તે પહેલા સો વાર વિચારજો, કારણકે તમારી સાથે પણ પોલીસ દંડાવાળી કરી શકે છે. અહીં લિંબાયત વિસ્તારનો એક વીડિયો મુકવામાં આવ્યો છે, તે જોઇ લેજો અને પછી વિચારજો.

જુઓ વીડિયો

Yeha video Date 22/3/2020 ki he janta carfu wale din *madina masjid ke pas rasna mobail shop ke pas surat gujrat* ke to kya sarkar ab polie walo ko itna parisan derahi he ke who ek aaam admi ko is tarha pite

Posted by Aasif Romiyo on Sunday, 22 March 2020

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છને લોકડાઉન કરાયા છે. જોકે, કેટલાક લોકો આ સ્થિતિને ગંભીરતાથી નથી લેતા જેના કારણે અમદાવાદમાં પોલીસે કડક પગલા ભરવાનું શરુ કર્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પર પોલીસે વગર કારણે બહાર નીકળીને રખડતા લોકોને ઘરે મોકલવા માટે કડકાઈ બતાવી છે. મહત્વનું છે કે ગાંધીનગરમાં પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને વગર કારણે રોડ પર ગોઠવવામાં આવેલા બાકડાઓ પર બેઠેલા લોકોને ઘરે જવાની સૂચના આપવામાં આવે છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના 13 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરામાં 6, સુરતમાં 4, રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો છે જ્યારે સુરતમાં એકનું મોત થયું છે. આ સ્થિતિ વઘારે ખરાબ ના થાય તેવું ધ્યાન રાખવા માટે રાજ્ય સરકાર કડકમાં કડક પગલા ભરી શકે છે. ગઈકાલે જનતા કર્ફ્યૂમાં 5 વાગ્યા બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા નીકળી પડ્યા હતા જેમાં ખાડીયામાં રેલી કરીને પ્રદર્શન જેવો માહોલ ઉભો કરનારા 19 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ઘણાં લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લઈ રહ્યા. મહેરમાની કરીને તમને પોતાને બચાવો, તમારા પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારો અનિરોધ છે તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે.