વીડિયો: હજીરાનાં અદાણી પોર્ટ પર ટ્રક ડ્રાઈવરો અટવાયા,ખાવા-પીવાના ફાંફા, પોલીસે આપ્યો ઉડાઉ જવાબ

સુરતના હજીરા નજીક આવેલું અદાણી પોર્ટ પર સાતેક ટ્રક ડ્રાઈવરો અટવાઈ ગયા છે. આ ડ્રાઈવરો યુપી, બિહાર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી માલ લેવા અને ઠાલવવા હજીરાના અદાણી પોર્ટ પર પહોંચ્યા છે. ટ્રકો ઠલવાઈ છે પણ ડ્રાઈવરોનું પૂછનાર કોઈ નથી.

સોશિયલ મીડિયા પર ડ્રાઈવરોએ હિંમત એકઠી કરીને પોતાનો વીડિયો અને ઓડિયો પોસ્ટ કર્યો છે. ડ્રાઈવરો વીડિયોમાં કહેતા સંભળાય છે કે હજીરાના અદાણી પોર્ટ પર ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. હાલ અદાણી પોર્ટ ચાલુ છે. હોટલો બંધ છે. સુરત પોલીસ કન્ટ્રોલ રૂમના 100 નંબર પર જાણ કરીને મદદ માંગવામાં આવી તો હાજર પોલીસે અદાણી પોર્ટનો સંપર્ક કરવાનું કહ્યું છે અને ઉડાઉ જવાબ આપ્યો હતો. અદાણી પોર્ટ તરફથી પણ આ ડ્રાઈવરો તરફ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે અને તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

સાંભળો શું કહે છે ડ્રાઈવરો…

“સમકાલીન” સંબંધિત તંત્રનું ધ્યાન દોરી આ ડ્રાઈવરો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરે છે. ડ્રાઈવરો પણ માણસ છે અને હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે માનવતા દાખવવાની જરૂર છે. જે લોકો સુધી આ ન્યૂઝ પહોંચી રહ્યા છે તેઓ આ ડ્રાઈવરો માટ પ્રબંધ કરશે એવી આશા સાથે આ ન્યૂઝને પ્રસિદ્વ કરવામાં આવી રહ્યા છે.