શાહીન બાગે આપ્યું જનતા કરફ્યુને સમર્થન, ધરણા સ્થળથી હટી મહિલાઓ, ફેંકાયો પેટ્રોલ બોમ્બ

જનતા કરફ્યુ વચ્ચે શહીનબાગમાં નાગરિક સુધારણાની(સીએએ) વિરુદ્વ ધરણા ચાલી રહ્યા છે. આ દરમિયાન આજે ધરણા સ્થળની નજીકમાં પોલીસ બેરીકેડ્સના પાસ અજાણ્યા લોકોએ કેમિકલ જેવી કોઈ વસ્તુ ફેંકી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે અસમાજિક તત્વોએ ધરણા સ્થળ પર પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ કોશી નિષ્ફળ રહી હતી અને તાત્કાલિક સ્થિતિ પર કન્ટ્રોળ મેળવી લેવામાં આવ્યો હતો. ચંપલ જૂતા મૂકીને મહિલાઓએ જનતા કરફ્યુને સમર્થન આપી ધરણા સ્થળ છોડ્યું હતું.

પોલીસનું કહેવું છે કે અજાણ્યા લોકો ગલીમાંથી આવ્યા હતા અને બેરીકેડ પાસે કેમિકલ જેવી વસ્તુ ફેંકીને ભાગ્યા હતા. ડીસીપી દક્ષિણ પૂર્વએ કહ્યું કે હાલ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

ડીસીપી સાઉથ ઇસ્ટે જણાવ્યું કે સ્થળ પર હાજર કેટલાક લોકોએ કહ્યું છે કે, “બાઇક સવાર કેમિકલ ફેંકી ભાગી ગયો છે, અમે સીસીટીવી જોઇ રહ્યા છીએ અને આસપાસના લોકોના નિવેદનો ચકાસી રહ્યા છીએ.” પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો બે જગ્યાએ થયો છે. એક શાહીનબાગ પ્રોટેસ્ટ સાઇટ પર, બીજો જામિયા ગેટ નંબર સાત પર.

આ પહેલા દિલ્હી પોલીસે ભારત ઇસ્લામિક સેન્ટર ખાતે શાહીનબાગ વિરોધકારો સાથે બેઠક કરી હતી. કોરોના વાયરસના વધતા ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે લોકોને વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી હતી. આ બેઠકમાં ડીસીપી દક્ષિણ પૂર્વ સહિત દિલ્હી પોલીસના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.