કોરોનાથી સાતમું મોત સુરતમાં થયું, દેશભરમાં કુલ કેસ 355

કોરોના વાયરસના કારણે સાતમું મોત સુરતમાં થયું છે. સારવાર દરમિયાન 67 વર્ષીય વૃદ્વનું મોત નિપજ્યું છ. ગુજરાતમાં કોરોનાનાં કારણે આ પહેલું મોત નોંધાયું છે.

સુરતના દર્દીના પહેલેથી જ કીડની અને અસ્થમાની તકલીફ હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ વૃદ્વનો કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ પહેલા બિહારના પાટનગર પટનામાં કોરોના કારણે 38 વર્ષીય પુરુષનું મોત નિપજ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વધતી અસરોને રોકવા માટે સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યે ‘જનતા કર્ફ્યુ’ જાહેર કર્યું છે. એટલું જ નહીં, પીએમ મોદીએ દરેકને અપીલ કરી છે કે તેઓ સાંજે પાંચ વાગ્યે તેમની બાલ્કનીમાં ઉભા રહી અને તાળી વગાડશે અને થાળી વગાડવાનું કહ્યું છે. સંકટની આ ઘડીમાં જે લોકો ઘરની બહાર કામ કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન આપવા માટે થાળી અનેતાળી વગાડવાની અપીલ કરવામાં આવી છે.

દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 80 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવાર સવાર સુધીમાં, દેશભરમાં COVID-19 પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 355 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. સૌથી ખરાબ મહારાષ્ટ્રમાં છે, જ્યાં અત્યાર સુધીમાં 74 કેસ નોંધાયા છે. દેશના 22 રાજ્યો કોરોનાથી પ્રભાવિત છે.