જનતા કરફ્યુમાં જાણો શું રહેશે બંધ અને શું રહેશે ખૂલ્લું. આ અપડેટ જાણવું અત્યંત છે અનિવાર્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ (રવિવાર) ના રોજ ‘જનતા કરફ્યુનું એલાન કર્યું છે. આ દિવસે લોકોને સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ઘર ન છોડવાની વિનંતી કરવામાં આવી છે. પીએમ મોદી કહ્યું છે કે આ કવાયત COVID-19 ચેપના ફેલાવાને રોકવામાં મદદ કરશે.

વડા પ્રધાનની પહેલને વિવિધ વેપારી સંસ્થાઓ, યુનિયનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. દેશના જુદા જુદા ભાગોમાં ઈમરજન્સી સેવાઓ સિવાય બધું જ શટડાઉન થશે. ચાલો આપણે જાણીએ કે ‘જનતા કરફ્યુ’ પર શું બંધ રહેશે અને શું ચાલુ રહેશે.

‘જનતા કરફ્યુ’ દરમિયાન  મોલ્સ, શોપિંગ સેન્ટરો, દુકાનો બંધ રહેશે. જોકે, મેડિકલ સ્ટોર્સ અને આવશ્યક ચીજોનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી રહેશે. દેશના લગભગ દરેક રાજ્યમાં દારૂની દુકાનો બંધ રહેશે.

રેલ સેવાઓને અસર થશે. ભારતીય રેલ્વેએ કહ્યું છે કે કોઈ પણ પેસેન્જર ટ્રેન શનિવારની મધ્યરાત્રિથી રવિવારના દસ વાગ્યા સુધી દોડશે નહીં. મેલ, એક્સપ્રેસ ટ્રેનો પણ રવિવારે સવારે 4 વાગ્યાથી બંધ રહેશે. રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી તમામ ઇન્ટરસિટી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 700થી વધુ ટ્રેનો પહેલાથી જ રદ કરાઈ છે. લોકલ ટ્રેન ઓછામાં ઓછી દોડશે.

ઘણા શહેરોમાં મેટ્રો સેવાઓ ચાલશે નહીં. આમાં દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઇ, નોઈડા, લખનૌનો સમાવેશ થાય છે.

ઘણી એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો છે. ગો એર, ઈન્ડીગો, એર વિસ્ટાની ફ્લાઈટ્સમાં રવિવારે ઘટાડો કરવામાં આવ્યો છે.

ઘણા રાજ્યોની બસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, હરિયાણા, ઓડિશા, દિલ્હી જેવા રાજ્યોએ સરકારી બસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઉબેર અને ઓલા જેવી કેબ સેવાઓ પણ કોશીશ કરી રહી છે રવિવારે ડ્રાઇવર્સ રોડ પર ન રહે. જોકે, કેબ સેવાઓ ઇમરજન્સી માટે ઉપલબ્ધ રહેશે.

ઓટો રીક્ષાઓએ ‘જનતા કરફ્યુને ટેકો આપ્યો છે. મોટાભાગના રીક્ષા એસોસિએશને પણ રવિવારે સેવાઓ ન આપવાનો નિર્ણય લીધો છે.

પેટ્રોલ પમ્પ અંગે વિવિધ રાજ્યોમાં જુદી જુદી સૂચનાઓ છે. ભારતીય પેટ્રોલિયમ ડીલરોએ બંધની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, કર્ણાટકમાં પેટ્રોપ પમ્પ બંધ રહેશે.

વિવિધ રાજ્યોની રેસ્ટોરાં પણ બંધ રહેશે. કેટલાક રાજ્યોમાં હોટલો બંધ રાખવા સુચના પણ આપવામાં આવી છે.