ભરૂચ: દિલ્હીથી પરત આવેલી બસના મુસાફરો કોરોનાની તપાસ કરાવવા સીધા હોસ્પિટલ પહોંચ્યા

કોરોના વાયરસની દહેશત વચ્ચે દિલ્હી ફરવા ગયેલા ખાનગી ટ્રાવેલ્સની બસના મુસાફરો આજે ભરૂચ પરત ફર્યા હતા. આજે સાંજે બસ ભરૂચ પહોંચી તો બસને સીધી હોસ્પિટલ હંકારી જવામાં આવી છે. હાલ તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

બસ ભરી લોકો તપાસણી કરાવવા આવતા હોસ્પિટલનું તંત્ર ચોંકી ઉઠ્યું હતું. દિલ્હી પ્રવાસે ગયેલી બસ ભરૂચ સિવિલ હોસ્પિટલ આવી ત્યારે આરોગ્ય ટીમમાં દોડધામ મચી ગઈ હતી.

દિલ્હીથી પરત આવેલા મુસાફરોએ સાવચેતી માટે કોરોના વાયરસની તપાસ કરાવવાનું નક્કી કર્યુ હતું અને તે પ્રમાણે ભરૂચ આવતાં જ બસને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં તપાસણી ન કરાતા જે તે આરોગ્ય કેન્દ્રમાં તપાસણી કરાવવા સૂચન કરવામાં આવ્યું હતું અને હાલ તે પ્રમાણે તમામની તપાસ કરવામાં આવી રહી છે.