કોરોના વાયરસને કારણે ગુજરાત બંધઃ રસ્તાઓ,બજારો સૂમસામ,સન્નાટો છવાયો

રાજ્યમાં કોરોનાના 14 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેને પગલે વડાપ્રધાન મોદીએ 22 માર્ચે જનત કરફ્યું રાખવા અપીલ કરી છે. પરંતુ 19 માર્ચે 2 અને 20 માર્ચે 5 પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો સાતથી વટાવી ગયો હતો. જેને પગલે આજથી જ ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની બજારો સહિત 80 ટકા જેટલી કામગીરી ઠપ થઈ ગઈ છે. તેની સાથે સાથે રસ્તાઓ પણ સુમસામ થઈ ગયા છે અને ભાગ્યે જ કોઈ વાહન જોવા મળી રહ્યાં છે.

ખાસ કરીને રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોલ મલ્ટીપ્લેક્સ, કાપડ બજારો, દુકાનો, પાનના ગલ્લા અને ચાની કિટલીઓ, માર્કેટ યાર્ડ સહિત બંધ જોવા મળે છે.

સુરતમાં વડાપ્રધાનની જનતા કરફ્યુંની અપીલ આજથી અમલી બનાવવામાં આવી છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. બીજી તરફ કાપડ માર્કેટ અને હીરા ઉદ્યોગ બંધ રહેતા રિંગરોડ સૂમસામ બન્યો છે.

એસટી બસમાં જવાનું લોકો ટાળી રહ્યા છે. જેથી મુસાફરોની સંખ્યા 50 ટકા જેટલી ઘટી ગઈ છે. મહારાષ્ટ્ર જતી બસ સેવા બંધ છે. બસ સ્ટેન્ડ પર વિશેષ તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે.