મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હીમાં ઝડપથી વધ્યા કોરોનાનાં કેસ, દર્દીઓનીસંખ્યા 322

કોરોના વાઈરસનું ઈન્ફેક્શન હવે દેશમાં ગંભીર થઈ રહ્યું છે. અત્યાર સુધી દેશમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 322 એ પહોંચી ગયો છે. આ દરમિયાન કર્ણાટકના ઉપમુખ્યમંત્રી સીએન અશ્વથ નારાયણે કહ્યું છે કે, રાજ્યમાં આઈટી કંપનીઓ તેમની ઓફિસ બંધ કરવા માટે તૈયાર છે. તેમણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજુરી આપી દીધી છે.

મળતા હેવાલો મુજબ એર ઈન્ડિયાની 787 ડ્રીમલાઈનર વિમાન ઈટાલીથી રોમમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે રોમ જશે. આ વિમાન કાલે સવારે દિલ્હી પરત ફરશે. 22 માર્ચે જનતા કર્ફયુના સમર્થનમાં ગો એરે તેમની દરેક ફ્લાઈટ કેન્સલ કરી છે. ઈન્ડિગોએ તેમની ઊડાન ઘટાડવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેએ આજે વધુ છ ટ્રેન નં. 1409, 14310, 22413 ,22414, 29019 અને 29020 રદ કરી છે. એમ્સમાં આજથી અહીં માત્ર ઈમરજન્સી સર્જરી જ કરવામાં આવશે. તા. 18 માર્ચે સંસદની સ્થાઈ સમિતિની બેઠકમાં સાંસદ દુષ્યંતસિંહ પાસે બેઠેલા સિવિલ એવિયેશન મિનિસ્ટ્રીના અધિકારી સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે.

ગુરુવારની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં 3 છત્તીસગઢમાં 1, દિલ્હીમાં 26, ગુજરાતમાં 13, હરિયાણામાં 20, હિમાચલ પ્રદેશમાં 2, કર્ણાટકમાં 18, કેરળમાં 40, મધ્યપ્રદેશમાં 4, મહારાષ્ટ્રમાં 63, ઓડિશામાં 2, પુડુચેરીમાં 1, પંજાબમાં 13, રાજસ્થાનમાં 23, તમિળનાડુમાં 6, તેલંગાણામાં 21, ચંદીગઢમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 4, લદ્દાખમાં 13, ઉત્તર પ્રદેશમાં 25, ઉત્તરાખંડમાં 4 અને પશ્ચિમ બંગાળમાં 3 કેસ નોંધાયા છે. આ લોકોમાંથી 28 લોકો સાજા થયા છે.

શુક્રવારે ઈન્ફેક્શનના સૌથી વધારે 50 કેસ નોંધાયા હતાં. તેમાં 12 ઈન્ફેક્ટેડ કેસ કેરળામાં નોંધાયા છે. મધ્યપ્રદેશમાં પણ કોરોના વાઈરસનો પ્રવેશ થઈ ગયો છે. અહીં જબલપુરમાં ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી 3 દુબઈના અને એક જર્મનથી પરત ફર્યા છે.

કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, સરકાર કોરોના વાયરસના સંકટને જોતા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અને નાગરિક્તા સંશોધન એક્ટ (સીએએ) ત્રણ મહિના સુધી ટાળી દેવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલા સાર્ક દેશોના ફંડમાં 10 કરોડ નેપાળી રૃપિયાની મદદ આપવા માટે ત્યાંના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વખાણ કર્યા હતાં. ભૂટાનના વડાપ્રધાન ડો. લોતે શેરિંગે પણ આ ફંડમાં એક લાખ ડોલરની મદદ કરી છે. મોદીએ તેમના આ પ્રયાસના વખાણ કર્યા છે.