સિપ્લા કંપનીનો દાવો : બધુ બરાબર રહેશે તો છ મહિનામાં કોરોનાની દવા તૈયાર થઇ જશે

કોરોનાવાયરસનો હજુ સુધી કોઇ અકસીર ઇલાજ વિશ્વભરમાં કોઇથી શોધાયો નથી અને અલગઅલગ કોમ્બિનેશન વડે આ રોગનો ઇલાજ થઇ રહ્યો છે ત્યારે દેશની દિગ્ગજ ફાર્માસ્યુટીકલ કંપની સિપ્લાએ દાવો કર્યો છે કે જો બધુ યોગ્ય રહેશે તો દેશમાં છ મહિનામાં કોરોનાવાયરની દવા તૈયાર કરી લેવાશે. હાલમાં આ દવા માટે કાચો માલ એકત્ર કરવામાં આવી રહ્યો છે, અહીં એ ખાસ નોંધ કરવાની કે આરોગ્ય સમસ્યાઓમાં ખાસ કરીને શ્વાસ સંબંધી સમસ્યાઓ ફ્લુના બહેતર ઇલાજ સિપ્લાએ જ શોધ્યો હતો. જો આવું થયું તો સિપ્લા કોરોના વાયરસની દવા બનાવનાર પહેલી ભારતીય કંપની બની શકે છે. આ માટે કંપની સરકારી પ્રયગોશાળા સાથે મળીને કોરોનાની દવા વિકસિત કરવા સાથે આ બીમારીમાં થતી શ્વાસ લેવાની મુશ્કેલીની દવા, અસ્થમા માટેની દવા, એન્ટિ વાયરલ દવાઓ તેમજ HIVની દવાઓના ઉપયોગ પર પણ પ્રયોગ કરી રહી છે. જ્યારે બીજી બાજુ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.

સિપ્લાના પ્રમોટર યૂસુફ હામિદે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા કહ્યું કે, ‘અમે અમારા તમામ સંશાધનો અને શક્તીને ભારતના ફાયદામાં ઉપયોગ કરવા તેને અમારું કર્તવ્ય માનીએ છીએ.’ તેમણે કહ્યું કે કંપનીએ પોતાનું જરુરી દવા ઉત્પાદન બેગણું કરી દીધું છે. કંપની સ્વિટ્ઝરલેન્ડની દવા કંપની રોચેઝની ફેંફસાના સોજાની દવા એક્ટેમરાને ભારતમાં પહેલા જ વિતરીત કરી ચૂકી છે. ભારતીય ચિકિત્સા જગત જો નિર્ણય કરે છે કે તો કંપની પાસે એવી બીજી પણ દવાઓ છે જેનો ઉપયોગ હાલ કરી શકાય છે. સિપ્લાની આ પહેલ ખૂબ જ મહત્વન છે કેમ કે શ્વાસ લેવામાં પડતી તકલીફ, એન્ટી ફ્લૂ અને HIV જેવી સમસ્યાઓમાં આ કંપનીનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. હાલના સમયમાં કોરોનાના કેસમાં આ દવાઓ મદદરુપ થઈ શકે છે. ભલે કોવિડ-19ને સંપૂર્ણ રીતે દૂર ન કરે પરંતુ દર્દીને તેની સામે લડવા માટે મદદરુપ બની શકે છે.

રસી અને દવા ન હોવા વચ્ચે હાલ કોરોનાના કેસમાં HIV, એન્ટિ વાયરલ તેમજ એન્ટિ મલેરિયલ દવાઓથી તેનો ઇલાજ થઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘અમારી પાસે ઘણી દવાઓ છે. પરંતુ અમને નથી ખબર કે ક્યું કોમ્બિનેશન ક્યા દર્દીના કેસમાં કામ કરશે. તે ફક્ત ડોક્ટરના વિવેક પર આધાર રાખે છે. કોરોના વાયરસના સંક્રમણ માટે અત્યારે દુનિયામાં જે દવાઓનો પ્રયોગ થાય છે અને સારું પરિણામ મળી રહ્યું છે તેમાં એન્ટિવાયરલ ડ્રગ રેમેડેસિવિર, બે HIV ડ્રગ્સ લોપિનાવિર અને રિટોનાવિરનું કોમ્બિનેશન તેમજ એન્ટિ મલેરિયલ ડ્રગ ક્લોરોક્વીન સામેલ છે.’

કોરોનાના ઈલાજ માટે નવી દવાઓ અંગે જણાવતા એન્ટિ વાયરલ કમ્પાઉન્જ જેવા કે ફેવિપિરાવિર, રેમિડેસિવિર તેમજ બોલેક્સેવિરનું ઉત્પાદન શરું કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમે એ બાબતે વિચાર કરી રહ્યા છે કે સરકારી પ્રયોગશાળાઓ સાથે મળીને આ ત્રણ દવા માટે જરુરી કાચા માલને કઈ રીતે બનાવવો. કાચા માલના ઉત્પાદન બાદ આ દવા લાવવામાં 6 મહિનાનો સમય લાગશે.’ સિપ્લા લોપિમ્યુન ટેબ્લેટ પહેલા જ બનાવી ચૂક્યુ છે જે લોપિનાવિર અને રિટોનાવિરનું કોમ્બિનેશન છે. આ પહેલા ડ્રગ કંટ્રોલર જનરલએ કોવિડ-19થી સંક્રમિત લોકોના ઈલાજ માટે એન્ટિ HIV ડ્રગ્સના એક કોમ્બિનેશનના રિસ્ટ્રિક્ટેડ યુઝની મંજૂરી પહેલાથી જ આપી દીદી છે. આ દવાઓ અંગે હામિદે કહ્યું કે, ‘અમારી પાસે આ દવાઓ પૂરતા પ્રમાણમાં છે. પરંતુ જો કોરોના મહામારી બની જાય છે અને ફેલાય છે તો મુશ્કેલી પડી શકે છે. અમે આ બીમારીના સંક્રમણના ફેલાવાને લઈને હાલ તો ચિંતિત છીએ.’