તમામ પ્રકારની બિન આવશ્યક સેવાઓ બંધ કરાશે, સુરતમાં કોરોના લેબ શરૂ

કોરોના વાયરસના વધી રેહેલા કેસોના અનુસંધાનમાં સુરત મહાનગર પાલિકા અને ગુજરાત સરકાર તથા સુરત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમીટી(APMC) દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

તમામ પ્રકારની બિન-આવશ્યક સેવાઓ ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. માત્ર કરિયાણાની દુકાન, શાકભાજીનાં સ્ટોર્સ, ફળોનાં સ્ટોર્સ અને દવાઓનાં સ્ટોર્સ અને દૂધની સપ્લાય ચાલુ રહેશે.

કોરોના અંગેનો રિપોર્ટ ઝડપથી મળી શકે એ માટે સુરતમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે લેબોરેટરી શરૂ કરી દેવાઇ છે. હવે, કોરોનાનો રિપોર્ટ 24 કલાકમાં મળી જવાનું નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું છે.

02612490170 અને 02612490171 પર કોલ કરી કરિયાણા, શાકભાજી અને ફળો ઘર બેઠા મેળવી શકાશે. સુરત મહાનગરપાલિકા અને એપીએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.