ઈટાલીમાં કોરોનાથી એક જ દિવસમાં 627 મૃત્યુઃ 5986 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસ દુનિયાભરમાં ખતરનાક સ્વરૃપ ધારણ કરી ચૂક્યો છે. ચીનના વુહાન શહેરથી શરૃ થયેલ આ વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં દુનિયાના તમામ દેશ આ વાઈરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જો કે ચીન પછી સૌથી વધારે તેની અસર ઈટાલીમાં જોવા મળી છે. ઈટાલીમાંથી આવી રહેલા તાજા આંકડા મુજબ કોરોના વાયરસનો કહેર ચીન કરતા પણ વધારે જોવા મળી રહ્યો છે.

ગઈકાલે એક જ દિવસમાં ઈટાલીમાં કોરોના વાઈરસને લઈને 627 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કોરોના વાઈરસના સંક્રમણને લઈને 5986 નવા મામલા સામે આવ્યા છે. શુક્રવારના આ આંકડાઓ સાથે ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધીને 4032 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 47,021 થઈ ગઈ છે.

ઈટાલી અને ચીનના આંકડા બતાવે છે કે વાયરસના કારણે મોટી ઉંમરના લોકોને સૌથી વધારે ખતરો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીના મોતના આંકડામાં ઈટાલીએ હવે ચીનને પણ પાછળ રાખી દીધું છે, જો કે અધ્યયનને સામે આવ્યું છે કે ઈટાલીમાં થયેલ મોતમાં સૌથી વધારે 80 વર્ષના લોકોના થયા છે, જો કે સૌથી વધારે સંક્રમિત થનાર લોકોની સરેરાશ ઉંમર 63 વર્ષ છે.