24 ક્લાકમાં કોરોનાનાં કેસોમાં અચાનક થયો વધારો, અંદાજે 50 વધી ગયા, દેશમાં કુલ કેસ 223

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના મહામારી અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે પાછલા 24 ક્લાક દરમિયાન દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા 223 દર્દી નોધાયા છે. જેમાં 32 વિદેશીઓને સમાવેશ થાય છે

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોવિડ-19ના કુલ કેસ 223 થયા છે. અત્યાર સુધીમાં કર્ણાટક, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોમાં ચાર વ્યકિત આ રોગના કારણે મોતને ભેટ્યા છે.

સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 52 દર્દી આ રોગથી ગ્રસ્ત હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત યુપી, પ.બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, છત્તીસગઢ, પોડુચેરી અને ચંદીગઢમાં પણ કોરોનાનાં કેસ મળી આવ્યા છે. જ્યારે ગુજરાતમા કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને સાત થઈ છે.