બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝીટીવ, એરપોર્ટથી જતી રહી અને સેંકડો આવી ગયા ખતરામાં

લખનૌનામાં જે ચાર દર્દીઓનો કોરોનો પોઝીટીવ આવ્યો છે તેમાં બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂરનો સમાવેશ થાય છે. કનિકા કપૂરે કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે એરપોર્ટ પર તેનું થર્મલ સ્ક્રીનીંગ થયું હતું, પરંતુ તે પછી આવા કોઈ લક્ષણોની નોંધ લેવામાં આવી ન હતી.

બીજી બાજુ તેના પર આક્ષેપો લાગી રહ્યા છે કે કનિકા બ્લફિંગ કરીને એરપોર્ટથી બહાર નીકળી ગઈ હતી અને ઘણા લોકોને જોખમમાં મૂકી દીધા હતા. લંડનથી પરત ફર્યા બાદ તે બે પાર્ટીમાં જોડાઈ હોવાનું કહેવાય છે. જોકે, ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કનિકાએ દાવો કર્યો હતો કે હું કોઈ પાર્ટીમાં ગઈ નથી. ઘરે જ ગેટ ટૂ ગેધર રાખ્યું હતું અને પાર્ટીમાં બહુ ઓછા લોકો આવ્યા હતા.

કનિકાએ કહ્યું કે ત્યાર બાદ તે ઘરે પરત આવી હતી. એરપોર્ટ પર સંપૂર્ણ ચેકઅપ કરાયું હતું પરંતુ કોઈએ તેમને 14 દિવસ સુધી ઘરે રહેવાનું કહ્યું નહતું. કનિકાએ જણાવ્યું હતું કે 3-4-  દિવસ અગાઉ લક્ષણો દેખાયા હતા, જ્યારે તે હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગઈ હતી.

અગાઉ, કનિકા કપૂરે પોતાને કોરોના પોઝિટિવ હોવાનું સમર્થન આપતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મને છેલ્લા ચાર દિવસથી ફલૂનાં લક્ષણો છે, મેં મારી જાતે તપાસ કરી અને રિપોર્ટ કોરોના પોઝિટિવ બહાર આવ્યો. હું અને મારો પરિવાર સંપૂર્ણપણે સંસર્ગનિષેધ છે અને તબીબી સલાહને અનુસરી રહ્યા છીએ.

જણાવી દઈએ કે કનિકા કપૂર તાજેતરમાં જ લંડનથી પરત આવી હતી. કનિકાનું ઘર લખનૌના મેટ્રોપોલિટન વિસ્તારમાં છે. તે લખનૌની કેજીએમયુ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. કનિકાએ વધુમાં લખ્યું છે કે, ’10 દિવસ પહેલા જ્યારે હું ઘરે આવી ત્યારે એરપોર્ટ પરની સામાન્ય કાર્યવાહી મુજબ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ચાર દિવસ પહેલા ફ્લૂના લક્ષણો જોવા મળ્યા હતા. ‘ તેમણે પોતાના ચાહકોને અપીલ કરી છે કે તેઓ પોતાનું ધ્યાન રાખે અને પોતાને અલગ રાખે.