સરકાર માટે મોટામાં મોટું ટેન્શન: હોમ કોરોન્ટાઈન નહીં કરવાના બદલે કોરોનાનાં સંસર્ગમાં આવેલા લોકો બિન્ધાસ્ત ફરી રહ્યા છે

કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહેલા સમગ્ર વિશ્વ માટે સૌથી ચિંતાનો વિષય એ છે કે કોરોના દર્દીના સંસર્ગમાં આવેલા લોકો હોમ કોરોન્ટાઈન કરવાના બદલે બિન્ધાસ્તપણે ઘરની બહાર ફરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. હોમ કોરોન્ટાઈન કરવાના બદલે આવા લોકો મહામારીને ગંભીરતાથી લઈ રહ્યા ન હોવાની વ્યાપક ફરીયાદ સાંભળવા મળી રહી છે.

કોરોના પેશન્ટના સંસર્ગમાં આવેલા લોકોએ ફરજિયાતપણે ત્રણથી પાંચ દિવસ ઘરમાં એકલા રહેવાની આરોગ્ય વિભાગો દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી હોવા છતાં સંસર્ગના ટેસ્ટ નેગેટીવ હોવાનું માની લઈને આવા લોકો બેફિકર થઈને મહાલી રહ્યા છે ત્યારે સરકાર માટે આવા લોકોને હોમ કોરોન્ટાઈન કરાવી જાહેરાત સવાલો ઉભા કરી રહી છે.

કેટલાક તબીબો જણાવી રહ્યા છે આમ તો હોમ કોરોન્ટાઈન કરવાનું અત્યંત જરૂરી છે. જો આવું નહીં કરવામાં આવે તો પાછળથી કોરોના ઉથલો મારી શકે છે. એટલે લોકોએ પોતાની જાતની સાવચેતી જાળવી રાખવા માટે આ કાર્ય કોઈ પણ સંજોગોમાં કરવાનું રહે છે.

બીજી તરફ કેટલાક તબીબો કહી રહ્યા છે હોમ કોરન્ટાઈન કરતાં સંસર્ગમાં આવેલા લોકોને પણ અલગ વોર્ડમાં રાખી હોસ્પિટલમાં કોરોન્ટાઈન કરવાનું વધારે હિતાવહ રહેશે. કારણ કે હોમ કોરોન્ટાઈન દરમિયાન લોકો સરકારની ગાઈડલાઈન અને તબીબોની સલાહને પણ અવગણી બહરા નીકળતા જોવા મળી રહ્યા છે અને એક મોટું જોખમ રહેલું છે.